Tokyo Olympics: અમૂલ સહિત આ કંપની ટોક્યો ઓલિમ્પિકમાં કરશે સ્પોન્સર
ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને આજે જણાવ્યું કે ગ્લોબલ ન્યૂટ્રીશન કંપની હર્બલલાઇફ પણ સ્પોનસર છે. આ પહેલા MPL, અમૂલ અને JSW પણ સ્પોનરની જાહેરાત કરી ચુક્યા છે.
નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકને (Tokyo Olympics) શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને આજે જણાવ્યું કે ગ્લોબલ ન્યૂટ્રીશન કંપની હર્બલલાઇફ (Global Nutrition Company Herballife) પણ સ્પોનસર છે. આ પહેલા MPL, અમૂલ અને JSW પણ સ્પોનરની જાહેરાત કરી ચુક્યા છે.
ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી રાજીવ મહેતાએ (Rajeev Mehta, Secretary General, IOA)એ કહ્યું હર્બલલાઈફે રૂ.2.25 કરોડની સ્પોનરશિપ કરી છે. અમૂલે 31 ડિસેમ્બર 2021 સુધી 1 કરોજ રૂપિયાની સ્પોનસરશિપ આપી છે. આ ઉપરાંત JSW ના CEO પાર્થ જિંદાલે પણ 1 કરોડ રૂપિયાની સ્પોનસરશિપ આપી છે.
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. તા.23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેઇમ્સ 2021માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ– મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દિકરીઓને પ્રત્યેકને રૂ. 10 લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો ગુજરાતની આ છ દિકરીઓ જેમને પ્રત્યેકને આ 10 લાખ રૂપિયાની સહાય મળશે. તેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. ૧૦ લાખની નાણાકીય આપવા સાથે આગામી ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલિમ્પિક -2020 રમતો આ વર્ષે તા.23મી જુલાઇ 2021થી તા. 8 ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક રમતો તા. 24 ઓગસ્ટથી તા. 5 સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.