Tokyo Olympics 2020: સિલ્વર મેડલ જીતનાર કુસ્તીબાજ રવિ દહિયાને વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા
ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાનો 57 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં પરાજય થયો છે. જોકે, ફાઇનલમાં પરાજય થતાં રવિ કુમારને સિલ્વર મેડલ મળ્યો છે
ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાનો 57 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં પરાજય થયો છે. જોકે, ફાઇનલમાં પરાજય થતાં રવિ કુમારને સિલ્વર મેડલ મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા કુસ્તીબાજ રવિ દહિયાને વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, રવિ કુમાર દહિયા એક શાનદાર પહેલવાન છે. તેમની લડાઇની ભાવના અને તપ ઉત્કૃષ્ઠ છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. ભારતને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે.
ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા રવિ દહિયાને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ચાર કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.મહત્વનું છે કે ફાઇનલમાં રવિ કુમાર દહિયાનો મુકાબલો રશિયાના જાઉર ઉગુએવ સામે હતો. આ મુકાબલામાં રવિ દહિયાનો 4-7થી પરાજય થયો હતો.
ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતને બીજો સિલ્વર મેડલ મળ્યો છે. તેમજ અત્યાર સુધીમાં ભારતને બે સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યા છે. ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
બીજી તરફ ભારતના કુસ્તીબાજ દીપક પુનિયાનો 86 કિલોગ્રામ કેટેગરીમાં એમ.એન. અમિન સામે પરાજય થયો છે. દીપકનો 4-2થી પરાજય થયો છે. અગાઉ અમેરિકાના ડી.એમ. ટેલર લી સામે પરાજય થયો હતો. સેમિફાઇનલ મેચમાં ટેલરે પહેલેથી જ આક્રમક રમત બતાવીને પુનિયાને હાવી થવા દીધો નહોતો.
પુરુષ હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે. આ પહેલા ભારતે 1980 માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરણના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે સિમરનજીત સિંહે બે ગોલ કર્યા, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કર્યો અને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.