Vinod Kumar wins Medal: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો ત્રીજો મેડલ, વિનોદ કુમારે ડિસ્ક્સ થ્રોમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
Vinod Kumar wins Medal:ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના વિનોદ કુમારે શાનદાર પ્રદર્શન કરતા દેશને વધુ એક મેડલ અપાવ્યો છે. વિનોદ કુમારે ટોક્યો પેરાલિમ્પિક 2020માં શાનદાર પ્રદર્શન કરી ઇતિહાસ રચી દીધો છે
Vinod Kumar wins Medal: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના વિનોદ કુમારે શાનદાર પ્રદર્શન કરતા દેશને વધુ એક મેડલ અપાવ્યો છે. વિનોદ કુમારે ટોક્યો પેરાલિમ્પિક 2020માં શાનદાર પ્રદર્શન કરી ઇતિહાસ રચી દીધો છે અને ડિસ્ક્સ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
India is rejoicing thanks to Vinod Kumar’s stupendous performance! Congratulations to him for the Bronze Medal. His hard work and determination is yielding outstanding results. #Paralympics
— Narendra Modi (@narendramodi) August 29, 2021
Vinod Kumar wins bronze medal in Discus Throw F52 at Tokyo #Paralympics
— ANI (@ANI) August 29, 2021
(file pic) pic.twitter.com/pqapALYtDi
વિનોદ કુમારે ડિસ્ક્સ થ્રોના F52 કેટેગરીમાં 19.98 મીટરના થ્રો સાથે એશિયન રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વિનોદ કુમારે પોતાના છઠ્ઠા પ્રયાસમાં 17.46 મીટરનો થ્રો સાથે શરૂઆત કરી હતી. બાદમાં તેમણે 18.32 મીટર, 17.80 મીટર, 19.20 મીટર, 19.91 મીટર, અને 19.81 મીટરના થ્રો કર્યા હતા.
નિષાદ કુમારે ભારતને અપાવ્યો બીજો સિલ્વર મેડલ
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના એથલિટ નિશાદ કુમારે દેશને હાઇ જમ્પમાં બીજો મેડલ અપાવ્યો છે. નિશાદે 2.06 મીટરનો હાઇ જમ્પ લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ અગાઉ સવારે ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે ભારતને પેરાલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવ્યો હતો.
"His hard work and determination is yielding outstanding results," tweets PM Narendra Modi as he congratulates Discus thrower Vinod Kumar for winning #Bronze medal at Tokyo #Paralympics pic.twitter.com/1RqsZvuBwv
— ANI (@ANI) August 29, 2021
નિષાદે મેડલ જીતવાની સાથે નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. નિષાદ કુમારે શાનદાર પ્રદર્શન કરતા ટોપ 3માં સ્થાન મેળવ્યું હતું. તેનો મુકાબલો અમેરિકાના બે એથલિટ સાથે હતો. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી નિષાદ કુમારને અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ અસાધારણ એથ્લિટ છે. હું તેનાથી ખૂબ ખુશ છું.
નોંધનીય છે કે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર નિષાદ કુમાર હિમાચલ પ્રદેશના ઉનાનો રહેવાસી છે. તેમણે પેરાલિમ્પિક રમતોની શરૂઆત અગાઉ બેંગલુરુના કોચિંગ કેમ્પમાં મહિનાઓ સુધી મહેનત કરી હતી. નિષાદ કુમાર મેડલ જીતતાની સાથે તેના ગામમાં ખુશીનો માહોલ છે.
Corona Vaccine: ગુજરાતના આ શહેરમાંથી કોવેક્સિનની પ્રથમ કોમર્સિયલ બેચ થઈ લોંચ, માંડવિયાએ કહી આ વાત
Bhavinaben Wins Silver: ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે સિલ્વ મેડલ જીતી રચ્યો ઈતિહાસ, મહેસાણામાં જશ્નનો માહોલ
મોદી સરકારે બે વર્ષથી વધુ વયનાં બાળકો માટેની કોરોના રસી અંગે કરી બહુ મોટી જાહેરાત, જાણો માંડવિયાએ શું કહ્યું ?