India on Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે 19 મેડલ જીત્યા, જાણો કેટલામાં ક્રમે રહ્યું
India on Tokyo Paralympics: પેરાલિમ્પિકની શરૂઆત 1960થી થઈ હતી અને ભારતે 1968થી આમા ભાગ લેવાની શરૂઆત કરી હતી.
Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિકનું સમાપન થયું છે અને ભારતે અત્યાર સુધીમાં સર્વોચ્ચ મેડલ જીતીને સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે. પેરાલિમ્પિકની શરૂઆત 1960થી થઈ હતી અને ભારતે 1968થી આમા ભાગ લેવાની શરૂઆત કરી હતી.1976 અને 1980માં ભારતે આમા ભાગ લીધો નહતો.
ભારતે કુલ કેટલા મેડલ જીત્યા
ભારતે કુલ 19 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ટોકયો ઓલિમ્પિક ગેમ્સના અંતિમ દિવસે રવિવારે નોઇડાના ડીએમ સુહાસ એલ યથિરાજે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો.
#WATCH | Japan: 19-year-old shooter Avani Lekhara, who won gold & bronze medals at the Tokyo Paralympics, led the Indian contingent during the closing ceremony of the Games
(Video courtesy: Paralympic Committee of India President Deepa Malik's Twitter account) pic.twitter.com/cIRqzeilzf — ANI (@ANI) September 5, 2021
ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ્સના અંતિમ દિવસે એટલે કે રવિવારે નોઇડાના ડીએમ સુહાસને એલ યથિરાજને ભારત માટે સિલ્વર જીતીને શાનદાર શરૂઆત કરી હતૂ. વર્લ્ડ નંબર થ્રી સુહાસ આજે બેડમિન્ટનમાં મેંસ સિંગલ્સ SL4 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેચમાં ભારે સંઘર્ષ છતાં ફ્રાસના એલ માજુરથી 21-15, 17-21, 15-21 હારી ગયો. જો કે હાર છતાં પણ તેમને પેરાઓલ્મિપિકમાં ગેમ્સમાં ઇતિહાસ રચી દીધો.
આ પહેલા કાલે રમાયેલ સેમીફાઇનલ મુકાબલામાં સુહાસે સરળતાથી જીત હાંસિલ કરી હતી.સુહાસે સેમીફાઇનલમાં ડોનેશિયાના ફ્રેડી સેતિયાવાને 31 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સીધા સેટમાં 2-0થી હરાવ્યો. સુહાસને પહેલા સેટ પર 21-9થી પોતાનું નામ કર્યું. બીજા સેટમાં સેતિયાવાને સખત ટક્કર આપવાની કોશિશ કરી પરંતુ સુહાસ બીજા સેટમાં પણ 21-15થી સફળ રહ્યાં. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત માટે શનિવારનો દિવસ શુકનવંતો સાબિત થયો છે. સવારમાં શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતના ખાતમાં બેડમિન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આવ્યા હતા.