Tokyo Olympics Covid Cases: ટોક્યોમાં ફાટ્યો કોરોનાનો રાફડો, એક જ દિવસમાં 4 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
ટોક્યોમાં અત્યાર સુધીમાં 2.45 લાખથી વધુ કેસ અને 2300થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે જાપાનમાં 10.2 લાખથી વધુ કેસ અને 15 હજારથી વધુ લોકોના મોત થયા છે.
Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિક હવે સમાપ્તીના આરે છે. પરંતુ આ દરમિયાન ત્યાં કોરોનાનો વિસ્ફોટ થયો તેમ લાગે છે. ટોક્યો ઓલિમ્પિકની શરૂઆતથી જ અહીંયા કેસ વધવા લાગ્યા હતા પરંતુ શનિવારે એક જ દિવસમાં ચાર હજારથી વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ટોક્યોમાં કોરોના સંક્રમણને લઈ ઓલિમ્પિકને ટાળવ માટે કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો. ટોક્યોમાં અત્યાર સુધીમાં 2.45 લાખથી વધુ કેસ અને 2300થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે જાપાનમાં 10.2 લાખથી વધુ કેસ અને 15 હજારથી વધુ લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 39,700 નવા કેસ નોંધાયા હતા અને 43,910 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જય્રે 491 લોકોના મોત થયા હતા. ગઈકાલે 617 લોકોના મોત થયા હતા. આમ બે દિવસમાં 1108 લોકોના મોત થયા છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ 50 કરોડ 68 લાખ 10 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી ગઈકાલે જ 55,91,657 લોકોને રસીના ડોઝ અપાયા હતા.
દેશમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3,19,34,455
- એક્ટિવ કેસઃ 4,06,822
- કુલ રિકવરીઃ 3,10,99,7711
- કુલ મોતઃ 4,27,862
- કેટલા ડોઝ અપાયા
ગુજરાતમાં 887 ગામડામાં 100 ટકા રસીકરણ
ગુજરાતને કોરોનામુક્ત બનાવવા રાજ્ય સરકારે રસીકરણને વેગવંતુ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. અત્યાર સુધી ત્રણેક કરોડ થી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે.જોકે, શહેરીજનો કરતાં ય ગામડાના લોકોએ લોકજાગૃતિના દર્શન કરાવ્યા છે કેમકે, ગુજરાતમાં 887 ગામડાઓ એવા છે જયાં 100 ટકા રસીકરણ થયુ છે. આ ગામડાઓમાં તમામ ગ્રામજનોએ રસી લઇ લીધી છે. ગુજરાતમાં અત્યાર સુધી 3,44, 19,588 લોકોને કોરોનાની રસી અપાઇ છે. હવે લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાતાં રસીકરણને વેગ મળ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, ગુજરાતમાં કુલ 887 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે. સાબરકાંઠા જિલ્લો મોખરે રહ્યુ છે કેમકે, આ જિલ્લામાં 86 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે.આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના 59, ભાવનગર જિલ્લાના 56, જામનગર જિલ્લાના 52, અમદાવાદ જિલ્લાના 43, છોટા ઉદેપુર જિલ્લાના 51, વડોદરા જિલ્લાના 37, અરવલ્લી જિલ્લાના 38 ગામડાઓ એવા છે જયાં બધાય લોકોએ રસી લઇ લીધી છે. નોંધનીય છેેકે, સફળ પાંચ વર્ષ પૂર્ણ થતા રૂપાણી સરકારે નવ દિવસ વિવિધ કાર્યક્રમ આયોજિત કર્યા છે જેમાં જે ગામમાં 100 ટકા રસીકરણ થયુ છે તે ગામના સરપંચોનુ ય સરકાર વતી સન્માન કરાયુ છે. જોકે, ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, પાટણ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, આણંદ, નર્મદા સહિતના જિલ્લાઓ 100 ટકા રસીકરણમાં ખૂબ જ પાછળ રહ્યા છે