શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

'હવે કુશ્તી નહીં લડી શકાય, અમે અંદરથી તૂટી...', વિનેશ ફોગાટના ભારત પરત ફર્યા બાદ પતિએ આપ્યુ મોટું નિવેદન

Vinesh Phogat News: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ શનિવારે (17 ઓગસ્ટ) પેરિસથી ભારત પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

Vinesh Phogat News: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ શનિવારે (17 ઓગસ્ટ) પેરિસથી ભારત પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિકમાં મેડલ જીતી ચૂકેલા રેસલર બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ વિનેશનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. વિનેશે ભારત આવ્યા બાદ તેને સપોર્ટ કરનારા લોકોનો પણ આભાર માન્યો હતો. જો કે આ દરમિયાન વિનેશ પણ ભાવુક થઈ ગઈ હતી. હવે વિનેશના પતિએ તેના વિશે મોટું નિવેદન આપ્યું છે.

હરિયાણા તક સાથે વાત કરતા વિનેશ ફોગટના પતિ સોમવીર રાઠીએ કહ્યું, "તમે જોઈ રહ્યા છો કે દોઢ-બે વર્ષથી શું ચાલી રહ્યું છે. અમારી સાથે કોઈ ફેડરેશન નથી. અમારી સાથે કોઈ નથી. અમે બધું જોયું છે, કોઈ નથી. અમારી સાથે જો કોઈ ઊભું ન હોય તો ખેલાડી શું કરી શકશે?

તેણે આગળ કહ્યું, "અમે હવે કુસ્તી નહીં લડીએ. અમે અંદરથી તૂટી ગયા છીએ. હવે અમે કોના માટે રમત રમીશું? અમે ખૂબ જ સમજી-વિચારીને કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અમારી સફર અહીં સુધીની હતી. હવે અમે નહીં કરીએ. આગળ કંઈપણ કરવા માટે સક્ષમ છીએ, અમે મેડલ લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ હું આ માટે ખૂબ જ દિલગીર છું, અમે તે દેશ માટે કરી ના શક્યા.

100 ગ્રામ વજન વધુ હોવાના કારણે વિનેશ થઇ ગઇ હતી ડિસ્ક્વૉલિફાય 
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ મહિલા કુસ્તી સ્પર્ધામાં લડી હતી. વિનેશે તેની પ્રથમ મેચમાં ગત ઓલિમ્પિકની સુવર્ણ ચંદ્રક વિજેતા અને વિશ્વ ચેમ્પિયન કુસ્તીબાજને હરાવી હતી. આ પછી વિનેશે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં જોરદાર જીત નોંધાવી હતી. જોકે, ફાઈનલના દિવસે 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

વિનેશે તેણીને ગેરલાયક ઠેરવ્યા બાદ સિલ્વર મેડલની માંગણી કરી અને CASને અપીલ કરી. આ દરમિયાન દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ તેમનો કેસ લડ્યો હતો. CASએ વિનેશને કેટલાક પ્રશ્નોના જવાબ આપવા કહ્યું. જો કે, ત્યારબાદ તેનો કેસ ફગાવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

Vinesh Phogat: મજબૂરી કે ષડયંત્ર...? આખરે 53 કિલોની જગ્યાએ 50 કિલોમાં કેમ લડી વિનેશ ફોગાટ

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સફર સમાપ્ત, ગોલ્ડ વિના નિરસ રહ્યું અભિયાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ

Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ

ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : 10 હજારથી વધુ લીડથી કોંગ્રેસ વટથી જીતશે | ઠાકરશી રબારીનો દાવોMaharashtra & Jharkhand Assembly Election Results 2024 : બપોરે 12 વાગ્યા સુધીના ચૂંટણી પરિણામVav By Election Result 2024 : વાવમાં 11 વાગ્યા સુધીમાં ગુલાબસિંહ કેટલા મતોથી આગળ?Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?

Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો

‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર

Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ

Embed widget