શોધખોળ કરો

Bajrang Punia Wins: રેસલર બજરંગ પૂનિયાની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જીત, ભારત માટે વધુ એક મેડલની આશા

બજરંગ પુનિયાને કિર્ગિસ્તાનના એર્નાઝર અકમતાલીવ તરફથી શાનદાર ટક્કર મળી.

બજરંગ પૂનિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી છે. બજરંગ પૂનિયા હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. બજરંગ પુનિયાને કિર્ગિસ્તાનના એર્નાઝર અકમતાલીવ તરફથી શાનદાર ટક્કર મળી અને મેચ 3-3થી ટાઈ થઈ. પરંતુ બજરંગ પૂનિયાએ બે પોઈન્ટનો દાવ લગાવ્યો અને તેની સાથે જ તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જો બજરંગ તેની આગામી બંને મેચ જીતે તો ભારત માટે મેડલ કન્ફર્મ થઈ જશે.

ભારતીય મહિલા હોકી ટીમની હાર

ભારતીય મહિલા હોકી ટીમની બ્રિટેન સામે હાર થઈ છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતની 4-3થી હાર થઈ છે. આ સાથે જ ભારતના બ્રોન્ઝ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતની નબળી શરૂઆત રહી હતી. ભારતીય મહિલા હોકી ટીમ 0-2થી પાછળ ચાલી રહી હતી. જોકે બાદમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર વાપસી કરી હતી અને ત્રણ ગોલ ફટકારીને ટીમ 3-2થી લીડ મેળવી લીધી હતી. જોકે બાદમાં ફરીથી બ્રિટેને ગેમમાં વાપસી કરી હતી અને એક ગોલ ફટકારીને 3-3થી મેચ બરાબરી પર લાવી દીધી હતી. જોકે બાદમાં ચોથા ક્વાર્ટરમાં ફરી બ્રિટને વાપસી કરી હતી અને વધુ એક ગોલ ફટકારીની બ્રિટેને 4-3થી લીડ મેળવી લીધી હતી.

આ પહેલા મહિલા હોકી ટીમનો સેમી ફાઇનલમાં પરાજય થયો હતો. આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. બાદમાં આજે બ્રિટેન સામે બ્રોન્ઝ મેડલ માટે મેચમાં રમવા ટીમ ઉતરી હતી.

ભારતીય મહિલા હોકી ટીમે આર્જિન્ટિના સામેની સેમી ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલ મેચમાં ભારત વતી ગુરજિત કૌરે બીજી જ મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી. જોકે, આ પછી આર્જેન્ટિનાએ સારી રમત બતાવીને 2 ગોલ કર્યા હતા. અને અંતે સેમી ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમની 2-1થી હાર થઈ હતી.

પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડેલ જીતીને ઇતિહાસ રચ્યો

આ પહેલા ગઈકાલે પુરુષ મહિલા હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 41 વર્ષ બાદ પુરુષ હોકી ટીમ મેડલ જીતવામાં સફળ રહી હતી. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે અને 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. ભારતે છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરનના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતની આ ઐતિહાસિક જીતના હીરો ભારત માટે સિમરનજતીસિંહ, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહ અને ગોલકીપર શ્રીજેશ હતા. ભારત વતી સિમરનજીત સિંહે બે ગોલ કર્યા હતા જ્યારે હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કરીને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડJunagadh News । જૂનાગઢના વંથલીના રવની ગામે ડબલ મર્ડરથી મચી ગયો ચકચારAmreli News । અમરેલીના લીલીયામાં થયેલ લૂંટનો કેસ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી
Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
જંક ફૂડથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો!, હાવર્ડ રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
જંક ફૂડથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો!, હાવર્ડ રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Embed widget