શોધખોળ કરો
Advertisement
આકાશ ચોપરાની World T-20 ટીમમાં માત્ર આ ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન, જાણો
આકાશે પોતાની ટીમમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડના જોસ બટલરની ઓપનિંગ જોડી તરીકે પસંદગી કરી છે.
નવી દિલ્હી: આકાશ ચોપરાએ પોતાની વર્લ્ડ ટી-20 ટીમ પસંદ કરી છે, જેમાં એક માત્ર ભારતીય ખેલાડી જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. આકાશે પોતાની ટીમમાં વિરા કોહલી અને રોહિત શર્માને સામેલ નથી કર્યા.
આકાશે ફેસબૂક પર લખ્યું, હાલમાં જ મે તે જોયું જે આઈસીસીએ કર્યું. તેમણે પ્રશંસકો પાસે પોતાની સર્વશ્રેષ્ઠ ટી-20 ટીમ પસંદ કરવા કહ્યું હતું, પરંતુ તેની સાથે એક શરત રાખી હતી કે દરેક દેશમાંથી માત્ર એક ખેલાડી હશે. આ ખૂબ જ પડકાજનક હતું. મે વિચાર્યું કે હું મારી ટીમ પસંદ કરુ.
આકાશે પોતાની ટીમમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડના જોસ બટલરની ઓપનિંગ જોડી તરીકે પસંદગી કરી છે. બટલરને વિકેટકીપર તરીકે પણ પસંદ કર્યો છે. ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડના કોલિન મુનરોને સ્થાન આપ્યું છે, જ્યારે ચાર નંબર પર બાબર આઝમને સ્થાન આપ્યું છે.
દક્ષિણ આફ્રીકાના અબ્રાહમ ડિવિલિયર્સને પાંચમું સ્થાન જ્યારે બાંગ્લાદેશના શાકીબ અલ હસનને છઠ્ઠા નંબર પર રાખ્યો છે. ત્યારબાદ વેસ્ટઈન્ડિઝના આંદ્ર રસેલ અને અફધાનિસ્તાનના રાશિદ ખાન,નેપાળના સંદીપ લામિછાને, બુમરાહ અને શ્રીલંકાના લસિથ મલિંગાને સ્થાન આપ્યું છે.
આકાશે લખ્યું, લોકો વિચારી રહ્યા હશે કે મે ટોપ ચારમાં કોહલી અને રોહિતને કેમ સામેલ ન કર્યા. હું તેમને ક્યા સ્થાન આપું. મને તેમના માટે જગ્યા ન મળી કારણ કે મારે ભારતમાંથી એક માત્ર ખેલાડીની પસંદગી કરવાની હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement