શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ ખેલાડીએ ખરીદી 75 કરોડ રૂપિયાની કાર, ખાસિયતો જાણીને રહી જશો દંગ
રોનાલ્ડોએ પોતાની કારના કલેક્શનમાં એકથી એક ચઢિયાતી કોરોનુ જબરદસ્ત સિલેક્શન કરી લીધુ છે, રોનાલ્ડોએ દુનિયાની સૌથી મોંઘી કારોમાંની એક બુગાતી સેન્ટોડિએસી પણ ખરીદી લીધી છે. બુગાતી સેન્ટોડિએસી કાર લિમીટેડ સંખ્યામાં અવેલેબલ છે
નવી દિલ્હીઃ પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબૉલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો હાલના સમયનો દુનિયાનો સૌથી મહાન ફૂટબૉલરમાંનો એક છે. એટલુ જ નહીં ક્રિસ્ટિઆનો રોનાલ્ડો દુનિયાનો સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી પણ છે. ખાસ વાત છે કે ક્રિસ્ટિઆનો રોનાલ્ડોને ફૂટબૉલ ઉપરાંત તેને મોંઘી કારનો પણ શોખ છે.
રોનાલ્ડોએ પોતાની કારના કલેક્શનમાં એકથી એક ચઢિયાતી કોરોનુ જબરદસ્ત સિલેક્શન કરી લીધુ છે, રોનાલ્ડોએ દુનિયાની સૌથી મોંઘી કારોમાંની એક બુગાતી સેન્ટોડિએસી પણ ખરીદી લીધી છે. બુગાતી સેન્ટોડિએસી કાર લિમીટેડ સંખ્યામાં અવેલેબલ છે. રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી કારની સાથે એક તસવીરો પૉસ્ટ કરી છે, અને લખ્યું- તમે આને જોવા માટે વ્યૂને પસંદ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે, બુગાતી સેન્ટોડિએસ કારની કિંમત 8.5 મિલિયન યૂરો એટલે કે લગભગ 75 કરોડ રૂપિયા છે. રોનાલ્ડો સહિત દુનિયામાં ફક્ત 10 લોકો એવા છે જેની પાસે બુગાતી સેન્ટોડિએસી કાર છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે રોનાલ્ડોની તમામ કારોની કિંમત 30 મિલીયન યુરો એટલે કે લગભગ 260 કરોડ રૂપિયા છે.
બુગાતી સેન્ટોડિએસી કાર 380 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. આ કાર માત્ર 2.4 સેકેન્ડમાં જ 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ કાર રોનાલ્ડોને આવતા વર્ષ એટલે કે 2021માં ડિલીવરી થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement