અઝહર જ્યારે પેવેલિયન પરત ફરતો હતો ત્યારે કોચ મિકી આર્થર પણ માથું હલાવીને કહી રહ્યા હતા કે આવી રીતે કોઈ ખેલાડી કેવી રીતે રનઆઉટ થઈ શકે.
2/6
આ જોઈ અઝહર અલી ઘણો હેરાન રહી ગયો. તે કંઈ સમજી ન શક્યો કે શું થયું છે. જ્યારે ખબર પડી ત્યારે તે પણ આશ્ચર્યચકિત રહી ગયો હતો. અઝહર 64 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
3/6
સ્ટાર્કે તેમની આ ભૂલનો ફાયદો ઉઠાવી ટિમ પેન તરફ બોલ ફેંક્યો અને તેણે સેકંડનો પણ વિલંબ કર્યા વગર બેઇલ્સ ઉડાવી દીધી
4/6
બંને બેટ્સમેનો વાતચીતમાં મશગૂલ હતા ત્યારે બોલ થર્ડ મેનની બાઉન્ડ્રીથી થોડે દૂર અટકી ગયો.
5/6
અઝહર અલીએ તેની વિકેટ ઓસ્ટ્રેલિયાને ગિફ્ટ કરી હતી. તે રન આઉટ થયો હતો. મેચની 53મી ઓવરમાં સિડલના બોલ પર અઝહર અલીએ બાઉન્ડ્રી તરફ શોટ માર્યો હતો. પરંતુ તે બાદ બોલ તરફ જોયા વગર ચોગ્ગો સમજીને નોન સ્ટ્રાઇકર પર ઉભેલા શફીક સાથે વાતચીત કરવા પીચની વચ્ચે આવીને થોભી ગયો.
6/6
દુબઈઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા પર મજબૂત લીડ લઈ લીધી છે. ત્રીજા દિવસની શરૂઆત પાકિસ્તાન માટે સારી નહોતી રહી અને ઝડપથી વિકેટ ગુમાવી હતી. જેમાં અઝહર અલીની વિકેટે સૌને હેરાન કરી દીધા હતા.