ફાઇનલમાં બાંગ્લાદેશની ટક્કર ગઇવખતની ચેમ્પિયન ભારત સામે થશે. પાકિસ્તાનને ચિર પ્રતિદ્વંદ્વી ભારત સામે બન્ને મેચોમાં ક્રમશઃ આઠ અને નવ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
2/4
સરફરાજે કહ્યું કેપ્ટનશિપનું દબાણ અને રન ના બનાવવાના કારણે છેલ્લી છ રાતોથી તેને ઊંઘ નથી આવી, તેને કહ્યું કે, જુઓ કેપ્ટનશિપનું દબાણ હંમેશા હોય છે, પછી તે કોઇપણ ટીમનો હોય, તેની પર હંમેશા દબાણ રહે છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં સતત મળેલી હાર પાકિસ્તાની કેપ્ટનને પચી શકી નથી.
3/4
નવી દિલ્હીઃ એશિયા કપમાં મળેલી સતત એક પછી એક હારથી પાકિસ્તાની કેપ્ટન દુઃખી છે. કેપ્ટન સરફરાજ અહેમદે ખુલાસો કર્યો છે કે, એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ટીમના ખરાબ પ્રદર્શનના કારણે તે છ રાથથી ઊંગ્યો શક્યો નથી.
4/4
પાકિસ્તાનને અબુધાબીમાં સુપર-4ના કરો યા મરોના મુકાબલામાં બાંગ્લાદેશ વિરુદ્ધ કારમની હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે ટીમ દુબઇમાં શુક્રવારે (આજે) રમાનારી ફાઇનલ મેચ માટે ક્વૉલિફાઇ કરવામાં નિષ્ફળ રહી.