શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં તેણે ચાર વિકેટ ગુમાવી 140 રન બનાવ્યા છે. હજુ તેઓ 473 રનથી પાછળ છે.
2/4
શાહે પોતાની ઈનિંગમાં 382 બોલનો સામનો કર્યો જેમાં 33 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. ભારતીય ટીમ ગઈકાલના સ્કોર 4 વિકેટે 428 રનથી આગળ રમતા પોતાની પ્રથમ ઈનિંગ 8 વિકેટે 613 રનના સ્કોરે ડિકલેર કરી. શાહે અથર્વ તાયડે (177) સાથે બીજી વિકેટ માટે 263 અને નેહાલ વાઢેરા (64) સાથે પાંચમી વિકેટ માટે 160 રનની ભાગીદારી નોંધાવી.
3/4
શાહે આ મેચમાં તન્મય શ્રીવાસ્તવનો રેકોર્ડ તોડ્યો જેણે 2006માં પાકિસ્તાન વિરુદ્ધ પેશાવરમાં 220 રન બનાવ્યા હતા. શાહ અન્ડર-19માં શ્રેષ્ઠ સ્કોર બનાવવા બાબતે માત્ર ઓસ્ટ્રલિયાના ક્લિન્ટન પીકથી પાછળ રહી ગયો જેણે 1995માં ભારત વિરુદ્ધ 304 રનની અણનમ ઈનિંગ રમી હતી.
4/4
નવી દિલ્હીઃ બુધવારે શ્રીલંકામાં 19 વર્ષના પવન શાહે રેકોર્ડ ડબલ સેન્ચૂરી ફટકારી છે. પવન શાહે 282 રનના જોરે ઇન્ડિયા અન્ડર-19 ટીમે 8 વિકેટે 613 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. શ્રીલંકાએ તેના જવાબમાં દિવસ પૂરો થતા ચાર વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા અને હાલમાં ભારતના સ્કોર કરતાં 473 રન પાછળ છે.