સેમસને વધુમાં લખ્યું કે, અમે ઘણો સયમ વિતાવ્યો પરંતુ જાહેરમાં ક્યારે સાથે ફરી શક્યા નહોતા, પરંતુ હવે ફરી શકીશું. અમારા પરિવારજનોનો આભાર કે જેઓ આ સંબંધ માટે ખુશી ખુશી માની ગયા. ચારુંના પિતા બી. રમેશ કુમાર એક વરિષ્ઠ પત્કરા છે. તેમણે આઈએનએએસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે સેમસન અને તેમની દીકરીના લગ્ન 22 ડિસેમ્બર થશે.
2/3
કેરળના 23 વર્ષીય વિકેટકીપર સેમસને પોતાના ફેસબુક પેજ પર મંગેતર ચારૂ સાથેની તસવાર શેર કરી અને લખ્યું કે, 22 ઓગસ્ટ, 2013ની રાત્રે 11.11 વાગ્યે મેં તેને હાઈ લખીને મોકલ્યું હતું. તે સમયથી અત્યાર સુધીમાં પાંચ વર્ષ થઈ ગયા છે અને હું તેની સાથે તસવીર પોસ્ટ કરવા માટે રાહ જોઈ રહ્યો હતો. દુનિયાને દર્શાવવા માગતો હતો કે હું તેને કેટલો પ્રેમ કરું છું. તે મારા માટે ખાસ છે.
3/3
નવી દિલ્હીઃ કેરળના ક્રિકેટર સંજૂ સેમસને પોતાના લગ્નની જાહેરાત કીર છે. સેમસને કહ્યું કે, આ વર્ષે ડિસેમ્બરમાં પોતાની કોલેજની ક્લાસમેટ સાથે લગ્ન કરશે. કેરળના 23 વર્ષીય વિકેટકીપર સંજૂ સૈમસને પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેની જાહેરાત કરી છે.