PKL 2021 : આજે દબંગ દિલ્હી સામે ટકરાશે બંગાળ વૉરિઅર્સ, ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે મેચ લાઇવ ?
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે.
PKL 2021 Streaming: પ્રૉ કબડ્ડી લીગ Season-8ની આજે 19મી મેચ રમાશે. જેમાં દબંગ દિલ્હી (Dabang Delhi) અને બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors) આમને સામેન ટકરાશે. દબંગ દિલ્હી અત્યારે ત્રણ મેચોમાં 13 પૉઇન્ટ સાથે લીગમાં ટૉપ પર છે, તો વળી બંગાળ વૉરિઅર્સ 3 મેચોમાં 11 પૉઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે. આજે બન્ને ટૉપની ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે.
1. પ્રૉ કબડ્ડી લીગમાં દબંગ દિલ્હી (Dabang Delhi) અને બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors) ની મેચ ક્યારે છે ?
આ મેચ આજે (29 ડિસેમ્બર) સાંજે 07.30 વાગે છે.
2. મેચ ક્યાં રમાશે ?
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે.
3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે.
4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.
આ પણ વાંચો..........
આવતા વર્ષથી ઓફિસ વર્ક કલ્ચર બદલાશે, હવે સપ્તાહમાં 4 દિવસ જ કામ કરવું પડશે, ત્રણ દિવસની રજા મળશે
જો PAN-LIC લિંક ન હોય તો આવતા વર્ષે LIC IPOમાં રોકાણ નહી કરી શકો, જાણો કઈ રીતે ઓનલાઇન કરી શકો
ગુજરાતનો આ સ્ટાર ક્રિકેટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, જાણો વિગતે
રાજ્યના 10 જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ ?
યુરોપના આ બે મોટા સમૃદ્ધ દેશમાં ઓમિક્રૉને મચાવ્યો કોહરામ, લાખોમાં કેસ નોંધાતા લોકોમાં ફફડાટ