શોધખોળ કરો
2018માં ટેસ્ટમાં બેટિંગ એવરેજ મામલે કોહલી નહીં આ ભારતીય ખેલાડી રહ્યો ટોચ પર, જાણો કોહલીનો છે કેટલામો ક્રમ
1/4

નવી દિલ્હીઃ વર્ષ 2018 પૂરું થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. તે વન ડેમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનારો ખેલાડી બન્યો હતો. ઉપરાંત ચાલુ વર્ષે તેણે ટેસ્ટ (1322 રન) અને વન ડે (1202 રન)માં પણ સૌથી વધારે રન બનાવ્યા છે.
2/4

તેમ છતાં ટેસ્ટમાં બેટિંગ એવરેજ મામલે કોહલી ટોપ 10માં પણ નથી. ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ એવરેજ મામલે કોહલી 12માં નબર પર છે. 2018માં કોહલીની ટેસ્ટ એવરેજ 55.08 રહી છે. આ લિસ્ટમાં ભારતીય ઓપનર પૃથ્વી શૉ ટોપ પર છે.
Published at : 29 Dec 2018 06:22 PM (IST)
View More





















