PKL 2021 : આજથી સંભળાશે 'કબડ્ડી-કબડ્ડી'ની બૂમો, પહેલા દિવસે રમાશે આ ત્રણ મેચો, જાણો
એકવાર ફરીથી 12 ટીમો આ ખિતાબ માટે દાંવ પેચ લગાવતી દેખાશે. પહેલા દિવસે કબડ્ડીની ત્રણ મેચો રમાશે. જાણો પહેલા દિવસનુ શિડ્યૂલ-
PKL 2021: પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League)નુ કાઉન્ટડાઉન પુરુ થઇ ચૂક્યુ છે. આ રોમાંચક લીગની આઠમી સિઝન બુધવારે એટલે કે આજથી શરૂ થઇ જશે. ગયા વર્ષે કોરોનાના કારણે આ લીગનુ આયોજન ન હતુ થઇ શક્યુ. આ વખતે પુરેપુરી સાવધાનીની સાથે આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. એકવાર ફરીથી 12 ટીમો આ ખિતાબ માટે દાંવ પેચ લગાવતી દેખાશે. પહેલા દિવસે કબડ્ડીની ત્રણ મેચો રમાશે. જાણો પહેલા દિવસનુ શિડ્યૂલ-
પહેલા દિવસે આ ત્રણ મેચો રમાશે-
1. પહેલી મેચે બેંગ્લુરુ બુલ્સ (Bengaluru Bulls) અને યૂ મુમ્બા (U Mumba)ની વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.
2. કબડ્ડીની બીજી મેચ તેલુગુ ટાઇટન્સ (Telugu Titans) અને તામિલ થલાઇવાજ (Tamil Thalaivas)ની વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે.
3. પ્રૉ કબડ્ડી લીગની ત્રીજી મેચમાં બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors) અને યુપી યૌદ્ધા (UP Yoddha)ની વચ્ચે ટક્કર જોવા મળશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 9:30 વાગ્યાથી શરૂ થશે.
પ્રૉ કબડ્ડી લીગ 2021ની તમામ ટીમો -
દબંગ દિલ્હી (Dabang Delhi)
ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)
હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers)
જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers)
પટના પાઇરેટ્સ (Patna Pirates)
બંગાળ વૉરિએર્સ (Bengal Warriors)
બેંગ્લુરુ બુલ્સ (Bengaluru Bulls)
પુણેરી પલ્ટન (Puneri Paltan)
તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas)
તેલુગુ ટાઇટન્સ (Telugu Titans)
યુપી યોદ્ધા (UP Yoddha)
યૂ મુમ્બા (U Mumba)
આ પણ વાંચો..........
સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં થઈ કારમી હાર, જાણો કેટલા મળ્યા મત ?
અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા
Ahmedabad : મંગળવારે લંડનથી આવેલા ફ્લાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર થયું દોડતું
Horoscope Today 22 December 2021: ગ્રહોની સ્થિતિ આપના માટે શુભ કે અશુભ, જાણો કેવો રહેશે આપનો દિવસ
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ 1 જાન્યુઆરીથી બદલાશે, જાણો શું છે RBIનો નવો નિયમ