(Source: ECI/ABP News/ABP Majha)
Pro Kabaddi League 8માં સૌથી વધુ રેડ પૉઇન્ટ લેનારા આ છે 4 ખેલાડીઓ, જુઓ લિસ્ટ........
PKL 8માં દબંગ દિલ્હીના વિજેતા બનવામાં નવીન કુમારનુ મોટુ યોગદાન છે. ઇજાગ્રસ્ત હોવાના કારણે નવીન માત્ર 17 મેચો જ રમી શક્યો હતો.
PKL 8- પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8 પુરી થઇ ચૂકી છે. PKLને નવુ ચેમ્પીયન દબંગ દિલ્હીના રૂપમાં મળી ચૂક્યુ છે. આઠમી સિઝન એકદમ રોમાંચક રહી અને છેવટે પટના પાયરેટ્સને હરાવીને દબંગ દિલ્હીએ ખિતાબી જીત મેળવી લીધી. પરંતુ અહીં વાત કરી રહ્યાં છીએ કે PKL 8માં સૌથી વધુ રેડ પૉઇન્ટ કયા ખેલાડીઓને મળ્યા છે, તો તમને જણાવી દઇએ કે આ સિઝનમાં માત્ર 3 ખેલાડી જ એવા છે જે 250થી વધુ રેડ પૉઇન્ટ હાંસલ કરી ચૂક્યા છે. જુઓ.....
પવન સેહરાવત -
બેંગ્લુરુ બુલ્સના કેપ્ટન પવન સેહરાવતે PKL 8માં શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ રેડ પૉઇન્ટ હાંસલ કર્યા છે. તેને 24 મેચોમાં 18 સુપર 10ની મદદથી 304 પૉઇન્ટ લીધા છે. પવન સેહરાવતને ટૂર્નામેન્ટનો બેસ્ટ રેડરનો એવોર્ડ પણ મળ્યો છે.
View this post on Instagram
અર્જૂન દેશવાલ -
જયપુર પિન્ક પેન્થર્સ માટે PKL 8માં અર્જૂન દેશવાલે ખુબ પ્રભાવિત કર્યા, તેને 22 મેચોમાં 16 સુપર 10 ની મદદથી 267 રેડ પૉઇન્ટ લીધા છે. જોકે તેની ટીમ પ્લેઓફમાં ક્વૉલિફાય ન હતી કરી શકી.
View this post on Instagram
મનિન્દર સિંહ -
બંગાળ વૉરિઅર્સના કેપ્ટન મનિન્દર સિંહએ PKL 8માં સારુ પ્રદર્શન કર્યુ, તેને 22 મેચોમાં 16 સુપર 10ની મદદથી 262 પૉઇન્ટ હાંસલ કર્યા છે. જોકે તેની ટીમ નિષ્ફળ રહી.
View this post on Instagram
નવીન કુમાર -
PKL 8માં દબંગ દિલ્હીના વિજેતા બનવામાં નવીન કુમારનુ મોટુ યોગદાન છે. ઇજાગ્રસ્ત હોવાના કારણે નવીન માત્ર 17 મેચો જ રમી શક્યો હતો. તેનુ દમદાર પ્રદર્શન રહ્યું નવીને 12 સુપર 10 ની મદદથી 207 રેડ પૉઇન્ટ હાંસલ કર્યા છે. તેને ફાઇનલમાં પટના વિરુદ્ધ પણ 13 રેડ પૉઇન્ટ હાંસલ કર્યા. નવીનને PKL 8 નો મૉસ્ટ વેલ્યૂએલબ પ્લેયર પણ પસંદ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
આ પણ વાંચો......
Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત
IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો
Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ
Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના