નવી દિલ્હી: ભારતીય શટલર પીવી સિંધુ સૌથી વધુ કમાણી કરનારી મહિલા ખેલાડીઓની યાદીમાં સાતમાં સ્થાન પર છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરેલા લિસ્ટ પ્રમાણે પીવી સિંધુએ જૂન 2017 થી જૂન 2018ની વચ્ચે 85 લાખ ડૉલરની આસપાસ કમાણી કરી હતી. જેમાં તેના ઓવોર્ડની રકમ અને અને જાહેરાત માટે મળતી રકમ પણ સામેલ છે. તેણે વર્તમાન ટેનિસની ટોપ ખેલાડી સિમોના હાલેપને પણ પછાળ છોડી દીધી છે.
2/3
સેરેના વિલિયમ્સ 1.80 કરોડ ડૉલરની વાર્ષિક કમાણી સાથે આ યાદીમાં પ્રથમ નંબરે છે. લાંબા સયથી ટેનિશ કોર્ટથી દૂર રહ્યા બાદ તેમણે આ યાદીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
3/3
ઉલ્લેખનીય છે કે, પીવી સિંધુની મહત્તમ કમાણી જાહેરાત દ્વારા જ થાય છે. 23 વર્ષીય ઓલમ્પિક મેડલ વિજેતા સિંધુ હાલમાં બ્રિઝસ્ટોન, નોકિયા અને પેનાસોનિક સહિત અનેક કંપનીઓના ઉત્પાદોનોનો પ્રચાર કરે છે. સાથે પીવી સિંધુ ભારતીય રિઝર્વ પોલીસ દળની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.