શોધખોળ કરો
Advertisement
રાહુલ દ્રવિડના પુત્ર સમિતનો ધમાલ, U14 ટ્રર્નામેન્ટમાં બે મહિનામાં ફટકારી 2 બેવડી સદી
સમિતે 204 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 33 ફોર ફટકાર્યા હતા. છેલ્લા બે મહિનામાં સમિતે પાંચ મેચમાં 681 રન બનાવ્યા છે. આ દરમિયાન 2 બેવડી સદી, 1 સદી અને એક અડધી સદી ફટકારી હતી.
નવી દિલ્હી: ‘ધ વૉલ’ ના નામથી જાણીતા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડનો દિકરો સમિત દ્રવિડ પણ તેના પગલે ચાલી રહ્યો છે. સમિતે નાની ઉંમરમાં જ ક્રિકેટમાં મોટું કારનામું કરી બતાવ્યું છે. અંડર-14 ક્રિકેટમાં સમિતે બે મહિનાની અંદર 2 બેવડી સદી ફટકારીને ભારે ચર્ચા જગાવી છે. 14 વર્ષીય સમિત પોતાના પિતાની જેમ કન્સિસ્ટેન્સીથી મોટી ઈનિંગ રમવામાં માહેર નજર આવી રહ્યો છે.
સમિતે સોમવારે અંડર-14 બીટીઆર શીલ્ડ ટૂર્નામેન્ટમાં માલ્યા અદિતી ઈન્ટરનેશનલ સ્કૂલ અને શ્રી કુમારન વચ્ચે રમાયેલી મેચમાં ડબલ સેન્ચૂરી ફટકારી હતી. બે મહિનાની અંદર સમિતની આ બીજી બેવડી સદી છે.
સમિતે 204 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 33 ફોર ફટકાર્યા હતા. સમિતની ઈનિંગના દમ પર તેની ટીમે ત્રણ વિકેટે 377 રન બનાવ્યા હતા. આ સિવાય સમિતે બોલિંગમાં પણ બે વિકેટ ઝડપી હતી. તેની ટીમે 267 રનથી મોટી જીત મેળવી હતી.
આ પહેલા સમિતે ગત વર્ષે ડિસેમ્બરમાં વાઈસ પ્રેસિડેન્ડ XI તરફથી ધર્વાડ જોન વિરુદ્ધ અંડર -14 ઈન્ટર ઝોનલ ટૂર્નામેન્ટમાં ડબલ સેન્ચૂરી ફટકારી હતી. આ ઈનિંગમાં 256 બોલમાં 22 ચોગ્ગા સાથે 201 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં સમિતે 94 રન બનાવ્યા હતા. છેલ્લા બે મહિનામાં સમિત દ્રવિડે પાંચ મેચમાં 681 રન બનાવ્યા છે. આ દરમિયાન 2 બેવડી સદી, 1 સદી અને એક અડધી સદી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion