શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કઈ કઈ જગ્યાએ મેઘરાજા થયા મહેરબાન, જાણો વિગત
રાજ્યમાં લાંબી રાહ જોવરાવ્યા બાદ રવિવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી. આજે સતત બીજા દિવસે કેટલા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
અમદાવાદઃ રાજ્યમાં લાંબી રાહ જોવરાવ્યા બાદ રવિવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી. આજે સતત બીજા દિવસે કેટલા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો સહિત આમ આદમીમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
સુરેન્દ્રનગર, લિંબડી, વઢવાણ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો છે. ગોંડલ, દ્વારકામાં પણ મેઘરાજાએ શાનદાર એન્ટ્રી કરી હતી. જેના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. પાટણ જિલ્લામાં અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી શહેરમાં વરસાદની ધોધમાર એન્ટ્રી થઈ હતી. 20 દિવસના લાંબા વિરામ બાદ ફરી વરસાદ આવતા લોકોમાં ખુશીની લહેર ફરી વળી હતી. અનેક લોકો વરસાદમાં ન્હાવા બહાર નીકળી પડ્યા હતા.
પોરબંદર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. પારાવડા ગામે એક કલાકમાં બે ઈંચ વરસાદ પડતાં વાડી-ખેતરો પાણીથી છલી ઉઠ્યા હતા. જ્યારે શીગડા અને શીશલી માં એક થી દોઢ ઈચ વરસાદ પડ્યો હતો.
અમરેલીના સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા. વિજપડી, ચીખલી, ઓળિયામાં વરસાદથી મુરજાતિ મોલાતને નવું જીવન મળ્યું છે. ઉપરાંત આદસંગ અને ખોડિયાણામાં પણ વરસાદ પડ્યો હતો. ખાંભા શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓની થઈ અવગણના, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion