શોધખોળ કરો
Advertisement
રણજી ટ્રોફી: જયદેવ ઉનડકટે તોડ્યો 21 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે
જયદેવ ઉનડકટની જોરદાર બોલિંગના કારણે સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીની સેમિફાઈનલમાં ગુજરાતને 92 રનથી હરાવ્યું છે.
રાજકોટ: જયદેવ ઉનડકટની જોરદાર બોલિંગના કારણે સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીની સેમિફાઈનલમાં ગુજરાતને 92 રનથી હરાવ્યું છે. બુધવારની મેચના અંતિમ દિવસે સૌરાષ્ટ્રે રોમાંચક જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઈનલમાં તેમનો સામનો બંગાળ સાથે થશે.
IPL 2020 શરૂ થવામાં હવે વધારે સમય નથી. આ મુકાબલા પહેલા રાજસ્થાન રોયલ્સનાં ઝડપી બોલર જયદેવ ઉનડકટે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. જયદેવ ઉનડકટે 10 વિકેટનાં દમ પર રણજી ટ્રોફીની સેમીફાઈનલ મુકાબલામાં ગુજરાતને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સૌરાષ્ટ્રની ટીમ હવે 9 માર્ચે બે વખતની ચેમ્પિયન બંગાળ વિરુદ્ધ રણજી ટ્રોફીનો ફાઈનલ મુકાબલો રમશે.
જયદેવ ઉનડકટે પોતાના પ્રદર્શનનાં દમ પર એક રેકોર્ડ પોતાનાં નામે કર્યો છે. આ ઝડપી બોલર રણજી ટ્રોફીની એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો છે. જયદેવે આ ટૂનામેન્ટમાં અત્યાર સુધી 65 વિકેટ ઝડપી છે. આ પહેલા આ રેકોર્ડ કર્ણાટકનાં દોડ્ડા ગણેશના નામે હતો. જેમણે વર્ષ 1998-99માં 62 વિકેટ ઝડપી હતી. ત્યારે રણજીની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનાં મામલમાં બોલર બિશન સિંહ બેદીને પણ પાછળ પાડી દીધા છે, તેમણે 64 વિકેટ ઝડપી હતી.
જયદેવ ઉનડકટ રણજીમાં સૌથી વધુ વિકેટ લેવાનાં રેકોર્ડથી માત્ર 4 વિકેટથી દૂર છે. બિહારની સ્પિનર આશુતોષ અમન છે, જેમણે વર્ષ 2018-19નાં સત્રમાં 68 વિકેટ ઝડપી હતી. ત્યારે હવે આ રેકોર્ડ તોડવા માટે જયદેવ પાસે સોનેરી તક છે. ત્યારે હવે રણજીની ફાઈનલમાં બે શ્રેષ્ઠ ટીમોની ટક્કર પણ જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion