શોધખોળ કરો
'માંકડિંગ'નો માસ્ટર અશ્વિન દંડાયો, દિલ્હી સામેની મેચમાં આ કારણે થયો 12 લાખ રૂપિયાનો દંડ, જાણો વિગતે
સ્લૉ ઓવર રેટના કારણે અશ્વિન પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આઇપીએલ કૉડ ઓફ કન્ડક્ટ અનુસાર તેમની ટીમનો આ પહેલો ગુનો હતો

નવી દિલ્હીઃ આઇપીએલમાં માંકડિંગથી વિકેટ લઇને સૌની નજર ચઢી ગયેલા અશ્વિન પર હવે લાખો રૂપિયાનો દંડ થયો છે. ગઇકાલે દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને હરાવી દીધું. પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. મેચ બાદ પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન પર સ્લૉ ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્લૉ ઓવર રેટના કારણે અશ્વિન પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આઇપીએલ કૉડ ઓફ કન્ડક્ટ અનુસાર તેમની ટીમનો આ પહેલો ગુનો હતો. આ પહેલા રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલી, મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને રાજસ્થાનના કેપ્ટન અંજિક્યે રહાણે પર પણ સ્લૉ ઓવર રેટના કારણે 12 લાખનો દંડ લાગી ચૂક્યો છે.
WATCH: Shikhar's dance moves on the crease
????️????️https://t.co/KtJkaIpubw — IndianPremierLeague (@IPL) April 20, 2019
Shikhar Dhawan is extremely cautious against Ravi Ashwin ???? #DCvKXIP #IPL2019 pic.twitter.com/WNuZhSkwxe
— Deepak Raj Verma (@DeVeDeTr) April 20, 2019
વધુ વાંચો





















