સિડનીઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ને તેની આત્મકથા નો સ્પિનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સીઝન દરમિયાન રાજસ્થાન રોયલ્સ સાથે સંકળાયેલી યાદોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેણે એક સ્ટાર ભારતીય ક્રિકેટરનો અહંકાર, એક યુવાને ભવિષ્યનો ખેલાડી બનાવવામાં યોગદાન અને અન્ય ખેલાડીઓ સાથે વીતાવેલી ક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. વોર્ને તેની આત્મકથામાં મોહમ્મદ કૈફને અહંકારી અને ગુજરાતના સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને અનુસાશનહીન ગણાવ્યા છે.
2/3
વોર્ને કૈફની ઘટનાનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, આનાથી ભારતીય અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કલ્ચરમાં શું અંતર છે તેનો ખ્યાલ આવી જાય છે. રાજસ્થાન રોયલ્સ ટીમ તરીકે અમે હોટલમાં પહોંચ્યા ત્યારે તમામ ખેલાડી તેના રૂમની ચાવી લઈને જતા રહ્યા હતા. થોડીવાર પછી રિસેપ્શન પર કૈફ આવ્યો અને કહ્યું કે હું કૈફ છું. રિસેપ્શનિસ્ટે કહ્યું, હું તમારી શું મદદ કરી શકું છું. તેણે ફરી કહ્યું હું કૈફ છું. જે બાદ વોર્ન તેની પાસે આવ્યો અને કહ્યું કે તેને ખબર છે કે તું કોણ છે અને શું ઈચ્છે છે ? તેણે કહ્યું, દરેક ખેલાડીની જેમ મને પણ નાનો રૂમ મળ્યો છે. હું સીનિયર ખેલાડી છું. એક આંતરરાષ્ટ્રીય ખેલાડી છું. તેથી મારે મોટો રૂમ જોઈએ. મેં કહ્યું કે દરેકને આ પ્રકારનો રૂમ મળ્યો છે. મારે અનેક લોકો સાથે મુલાકાત કરવાની હોવાથી માત્ર મને જ મોટો રૂમ ફાળવવામાં આવ્યો છે. જે બાદ તે ત્યાંથી જતો રહ્યો. સીનિયર ભારતીય ક્રિકેટરો તેમને વધારે માનપાન મળે તેવી આશા રાખતા હોય છે તે સમજવામાં મને જરા પણ વાર ન લાગી.
3/3
જાડેજાને અનુશાસનહિન જણાવી તેણે લખ્યું છે કે, તેમાં થોડી કરિશ્માવાળી વાત હતી તેથી અમે તેને થોડી સલાહ આપી. પરંતુ તેની સાથે જે અનુશાસનની સમસ્યા હતી તે યુવા ખેલાડીઓને ખોટા માર્ગે લઈ જાય. અમે કેટલીક વાતોને નજરઅંદાજ કરી શકીએ પરંતુ કોઈ વારંવાર મોડું આવે તે મંજૂર નહોતું. જાડેજા લેટલતીફ હતો. સ્ટેડિયમાં અભ્યાસ માટે હોયલતી બસ સવારે નવ કલાકે નીકળી હતી પરંતુ જાડેજા બસમાં નહોતો. તે મેદાન પર પણ લેટ પહોંચ્યો. પરત ફરતા મેં રસ્તામાં બસ અટકાવી અને મોડા આવનાર ખેલાડીને ત્યાંથી ચાલતા આવવાનું કહ્યું. એક ખેલાડીએ ટિખળ કરી તો તેને પણ આ સજા આપી. જે બાદ કોઈ ખેલાડી મોડું નહોતું કરતાં.