શોધખોળ કરો
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ T-20માં ઋષભ પંત તોડી શકે છે ધોનીનો આ રેકોર્ડ, જાણો વિગતે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છ ડિસેમ્બરથી ત્રણ મેચની ટી-20 સીરિઝની શરૂઆત થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો શુક્રવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે.

નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છ ડિસેમ્બરથી ત્રણ મેચની ટી-20 સીરિઝની શરૂઆત થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો શુક્રવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ઋષભ પંતની પાસે આ સીરીઝમાં એક ખાસ રેકોર્ડ પ્રાપ્ત કરવાની તક રહેશે. વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચની ટી-૨૦ સીરીઝમાં ઋષભ પંત બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડી શકે છે. ઋષભ પંત મહેન્દ્ર સિંહ ધોનીના ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ ડીસમિસલનો રેકોર્ડ તોડી શકે છે. તેમ છતાં ઋષભ પંતના નામે ટી-૨૦ માં ત્રણ ડીસમિસલ છે. જો ઋષભ પંત આવું કરવામાં સફળ થશે તો તે ધોનીને આ બાબતમાં પાછળ છોડી દેશે. ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોની સાથે-સાથે વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર બેટ્સમેન દિનેશ રામદીન પાંચ ડીસમિસલ કરવાની બાબતમાં બીજા સ્થાન પર છે, જયારે આન્દ્રે ફ્લેચર ચાર ડીસમિસલ સાથે ત્રીજા સ્થાન પર છે.
વધુ વાંચો





















