શોધખોળ કરો
Advertisement
ઋષિ કપૂરના નિધનથી સ્પોર્ટ્સ જગત પણ દુખી, સચિન, કોહલી સહિત ખેલાડીઓએ વ્યક્ત કર્યો શોક
ઋષિ કપૂર રમતપ્રેમી હતા અને ભારતીય રમત ગમત સાથે સંકળાયેલા સમાચાર પર ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપતા હતા.
મુંબઈઃ બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે આજે (30 એપ્રિલ) રોજ સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. વિવિધ શારીરિક તકલીફના કારણે તેમને 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
ઋષિ કપૂર રમતપ્રેમી હતા અને ભારતીય રમત ગમત સાથે સંકળાયેલા સમાચાર પર ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપતા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શન પર તે નજર રાખતા હતા અને પોતાનો અભિપ્રાય રાખતા હતા. ગત વર્ષે વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં ઋષભ પંતને સામેલ ન કરવા પર તેમણે કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને ફટકાર લગાવી હતી. તેઓ હંમેશા ભારતીય ટીમની જીત પર ખુશી વ્યક્ત કરતા હતા.
ભારતીય સ્પોર્ટ્સ જગતે પણ ચિંટૂજીના નિધન પર શોક પ્રકટ કર્યો અને પરિવારને સાંત્વના આપી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટ્વિટ કરીને લખ્યું, "ઋષિજીના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખી છું. હું તેમની ફિલ્મો જોઈને મોટો થયો અને જ્યારે પણ તેમને મળ્યો ત્યારે તેઓ પ્રેમથી સામે આવ્યા. તેમના આત્માને શાંતિ મળે."
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, "આ અવિશ્વસનીય છે. કાલે ઈરફાન ખાન અને આજે ઋષિ કપૂર. આજે એક લેજેન્ડનું નિધન થઈ ગયું અને તે સ્વીકાર કરવું ખૂબ મુશ્કેલ છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના."Very very sad to hear about the passing away of Rishi ji. I grew up watching his movies and he was always very gracious when we met over the years. May his soul Rest in Peace. My heartfelt condolences to Neetu ji, Ranbir and the whole Kapoor family. 🙏 pic.twitter.com/MItdmmSnVz
— Sachin Tendulkar (@sachin_rt) April 30, 2020
ભારતના દિગ્ગજ પહેલવાન અને બે વખતના ઓલંપિક મેડલિસ્ટ સુશીલ કુમારે ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કરતાં લખ્યું, ઋષિજીના નિધનથી ખૂબ દુઃખી છું. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.This is unreal and unbelievable. Yesterday Irrfan Khan and today Rishi Kapoor ji. It's hard to accept this as a legend passes away today. My condolences to the family and may his soul rest in peace 😟💔
— Virat Kohli (@imVkohli) April 30, 2020
આ ઉપરાંત વીરેન્દ્ર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ, મોહમ્મદ કૈફ, હરભજન સિંહ, ચેતેશ્વર પુજારા, શિખર ધવન, મદન લાલ, મિથાલી રાજ સહિતના ક્રિકેટરો અને ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ તથા સાક્ષી મલિકે ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી હતી.Extremely disheartened to learn about the passing away of #RishiKapoor ji. My Heartfelt condolences to his family. May his soul rest in peace 🙏🙏
— Sushil Kumar (@WrestlerSushil) April 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement