શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રોડ સેફટી વર્લ્ડ સીરિઝઃ ઈન્ડિયા લેજેન્ડ્સે વેસ્ટ ઈન્ડિઝ લેજેન્ડ્સને 7 વિકેટથી આપી હાર, સેહવાગના અણનમ 74 રન
ઈન્ડિયા લેજેન્ડ્સે 151 રનનો લક્ષ્યાંક 18.2 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો.
મુંબઈઃ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ અંતર્ગત મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈન્ડિયા લેજેન્ડ્સ અને વેસ્ટ ઈન્ડિઝ લેજેન્ડ્સની મેચ રમાઈ રહી હતી. મેચમાં ઈન્ડિયા લેજેન્ડ્સના કેપ્ટન સચિન તેંડુલકરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. વિન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 150 રન બનાવી ભારતને મેચ જીતવા 151 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
સચિન-સેહવાગે અપાવી શાનદાર શરૂઆત
ઈન્ડિયા લેજેન્ડ્સે 151 રનનો લક્ષ્યાંક 18.2 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. સચિન-સેહવાગની ઓપનિંગ જોડીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ 10.2 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 83 રનની પાર્ટનરશિપ કરી હતી. સચિન 29 બોલમાં 36 રન બનાવી આઉટ થયો હતો. સેહવાગે અણનમ 74 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહ 10 રને નોટ આઉટ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ લેજેન્ડ્સ તરફથી કાર્લ હુપરે 2 વિકેટ લીધી હતી.
ચંદરપોલે રમી આક્રમક ઈનિંગ
વેસ્ટ ઈન્ડિઝ લેજેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 150 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શિવનારાયણ ચંદરપોલે 41 બોલમાં 61 રન, ડેરેન ગંગાએ 24 બોલમાં 32 રન અને બ્રાયન લારાએ 15 બોલમાં 17 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝહીર ખાને 30 રનમાં 2 વિકેટ, મુનાફ પટેલે 24 રનમાં 2 વિકેટ, પ્રજ્ઞાન ઓઝાએ 27 રનમાં 2 વિકેટ લીધી હતી.
ઝહીર ખાને પકડયો શાનદાર કેચ
વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ દરમિયાન ભારતના પૂર્વ સ્પીડ સ્ટાર ઝહીર ખાને શાનદાર ફિલ્ડિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન રિકાર્ડો પોવેલે ફટકારેલા શોટનો તેણે હવામાં ઉછળી એક હાથે શાનદાર કેચ કર્યો હતો. થોડી જ મિનિટોમાં ઝહીર ખાનના કેચનો વીડિયો વાયરલ થયો હતો.
રોડ સેફટી વર્લ્ડ સીરિઝઃ 41 વર્ષની ઉંમરે ઝહીર ખાને પકડ્યો અકલ્પનીય કેચ, જુઓ વીડિયો
ધોનીનો વિકલ્પ ન શોધી શક્યો તેનો કાયમી વસવસો રહેશેઃ પૂર્વ ચીફ સિલેકટર એમએસકે પ્રસાદનું નિવેદન
રાહુલ ગાંધી આવશે ગુજરાત, દાંડી યાત્રામાં લેશે ભાગ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion