શોધખોળ કરો
Advertisement
રોડ સેફટી વર્લ્ડ સીરિઝઃ 41 વર્ષની ઉંમરે ઝહીર ખાને પકડ્યો અકલ્પનીય કેચ, જુઓ વીડિયો
વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ દરમિયાન ભારતના પૂર્વ સ્પીડ સ્ટાર ઝહીર ખાને શાનદાર ફિલ્ડિંગ કરી હતી.
મુંબઈઃ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ અંતર્ગત મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈન્ડિયા લેજેન્ડ્સ અને વેસ્ટ ઈન્ડિઝ લેજેન્ડ્સની મેચ રમાઈ રહી છે. મેચમાં ઈન્ડિયા લેજેન્ડ્સના કેપ્ટન સચિન તેંડુલકરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. વિન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 150 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી શિવનારાયણ ચંદરપોલે 41 બોલમાં 61 રન, ડેરેન ગંગાએ 24 બોલમાં 32 રન અને બ્રાયન લારાએ 15 બોલમાં 17 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝહીર ખાને 30 રનમાં 2 વિકેટ, મુનાફ પટેલે 24 રનમાં 2 વિકેટ, પ્રજ્ઞાન ઓઝાએ 27 રનમાં 2 વિકેટ લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ દરમિયાન ભારતના પૂર્વ સ્પીડ સ્ટાર ઝહીર ખાને શાનદાર ફિલ્ડિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન રિકાર્ડો પોવેલે ફટકારેલા શોટનો તેણે હવામાં ઉછળી એક હાથે શાનદાર કેચ કર્યો હતો. થોડી જ મિનિટોમાં ઝહીર ખાનના કેચનો વીડિયો વાયરલ થયો હતો.Zaheer Khan Amazing Catch.#RoadSafetyWorldSeries #roadsafetyworldseries2020 pic.twitter.com/ABiXTGLmey
— Awarapan 🇮🇳 (@KingSlayer_05) March 7, 2020
રાહુલ ગાંધી આવશે ગુજરાત, દાંડી યાત્રામાં લેશે ભાગ, જાણો વિગતે 26/11ના મુંબઈ હુમલા બાદ શરૂ થઈ Yes Bankની પડતી, જાણો વિગતેZaheer Khan Amazing Catch.#RoadSafetyWorldSeries #roadsafetyworldseries2020 pic.twitter.com/NyB2H3SVlr
— Awarapan 🇮🇳 (@KingSlayer_05) March 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement