આજની મેચમાં રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર થોમસની ઓવરમાં સિક્સ મારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. મેચ પહેલા રોહિત શર્માને કોહલીનો રેકોર્ડ તોડવા 11 રનની જરૂર હતી. રોહિત શર્માએ મંગળવારે અણનમ 111 રનની ઈનિંગ રમી હતી.
2/4
લખનઉઃ 24 વર્ષ બાદ લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીનો T20માં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
3/4
રોહિત શર્મા ટી20માં 4 સદી ફટકારી ચુકયો છે. જે એક રેકોર્ડ છે.
4/4
વિરાટ કોહલીએ 62 T20માં 136.2ના સ્ટ્રાઇક રેટથી 2092 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વાધિક સ્કોર અણનમ 90 રન છે. જ્યારે રોહિત શર્માએ 85મી ટી20 મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.