શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: રોહિત શર્મા બન્યો કાંગારુઓ સામે નંબર વન બેટ્સમેન, તોડ્યો સચીન તેંદુલકરનો ખાસ રેકોર્ડ
રોહિત શર્માએ તોડી નાંખ્યો છે. સચિને 2000 રન 40 ઇનિંગમાં બનાવ્યા હતા જ્યારે રોહિત શર્માએ 37 ઇનિંગમાં જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને 36 રનથી હાર આપી, આ સાથે ઓસ્ટ્રેલિયાની વિજયકૂચ પર બ્રેક લાગી હતી. જોકે, આ મેચમાં ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક ઓપનર રોહિત શર્માના નામે એક ખાસ રેકોર્ડ નોંધાઇ ગયો હતો, તેને સૌથી કાંગારુ ટીમ સામે સૌથી ફાસ્ટ રન બનાવવાના સચીનના રેકોર્ડને તોડી નાંખ્યો.
ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ પહેલી ઇનિંગમાં 20 રન બનાવતાની સાથે જ રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં એક નવો કિર્તિમાન સ્થાપિત કરી દીધો. દુનિયાની મજબૂત ટીમોમાંની એક ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહિત શર્માએ વનડેમાં પોતાના 2000 રન પુરા કર્યા, હવે તે દુનિયાનો પહેલો એવો બેટ્સમેન બની ગયો છે જેને કાંગારુ ટીમ સામે વનડેમાં સૌથી ફાસ્ટ 2000 રન બનાવ્યા હોય.
રોહિત શર્મા પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકરના નામે હતો, જોકે હવે તેને રોહિત શર્માએ તોડી નાંખ્યો છે. સચિને 2000 રન 40 ઇનિંગમાં બનાવ્યા હતા જ્યારે રોહિત શર્માએ 37 ઇનિંગમાં જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
નોંધનીય છે કે, વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં દમદાર બેટિંગ કરતાં 70 બૉલમાં 57 રનની ઉયયોગી ઇનિંગ રમી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement