શોધખોળ કરો
Advertisement
PCમાં રોહિત શર્માએ પત્રકારને એવુ શું કહ્યું કે બધાય હંસવા લાગ્યા, જાણો વિગતે
સીરીઝ શરૂ થાય તે પહેલા કેપ્ટન રોહિત પત્રકારો સાથે રુબરૂ થયો. અહીં તે એકદમ મજાકીયા અંદાજમાં દેખાયો
નવી દિલ્હીઃ વિરાટ કોહલીની ગેરહાજરીમાં બાંગ્લાદેશ સામેની ટી20 સીરીઝમાં રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. સીરીઝ શરૂ થાય તે પહેલા કેપ્ટન રોહિત પત્રકારો સાથે રુબરૂ થયો. અહીં તે એકદમ મજાકીયા અંદાજમાં દેખાયો.
જ્યારે પત્રકારો રોહિતને પ્રશ્ન પુછી રહ્યાં હતા, તે સમયે એક પત્રકારે રોહિતને બાંગ્લાદેશની ઓલરાઉન્ડર શાકિબ અલ હસન વિશે પ્રશ્ન કર્યો. પત્રકારે પુછ્યુ શાકિબ પરના પ્રતિબંધ શું કહેવા માંગો છે તમે, આ પ્રશ્નને રોહિતે મજાક બનાવતા કહ્યું કે 'હું આઇસીસી નથી'. આ જવાબ સાંભળીને પ્રેસ કૉન્ફરન્સમાં આવેલા બધા હસવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે શાકિબના કેસમાં હવે ધોની અને રૈનાના નામો પણ સામે આવી રહ્યાં છે.
નોંધનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝ રમાવવાની છે, જેમાં પહેલી ટી20 3 નવેમ્બરે દિલ્હીમાં, બીજી ટી20 7 નવેમ્બરે રાજકોટમાં અને ત્રીજી ટી20 10 નવેમ્બરે નાગપુરમાં રમાવવાની છે.
બાદમાં ભારત અને બાંગ્લેદશ વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાવવાની છે. પ્રથમ ટેસ્ટ 14 નવેમ્બરે ઇન્દોરમાં, વળી બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે ઇડન ગાર્ડનમાં રમાશે.
ભારતીય ટી20 ટીમઃ-
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, સંજૂ સેમસન, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋષભ પંત, વૉશિંગટન સુંદર, કૃણાલ પંડ્યા, યૂજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકર.
Created with GIMP
બાંગ્લાદેશી T20 ટીમઃ- સૌમ્યા સરકાર, મોહમ્મદ નઇમ, મહમુદુલ્લાહ રિયાઝ (કેપ્ટન), આફિક હુસેન, મોસદેક હુસેન, અનિમુલ ઇસ્લામ, લિટન દાસ, મુશ્ફિકૂર રહીમ, અરાફાત સની, અલ-અમીન હુસેન, મુસ્તિફિઝૂર રહેમાન, શફિક ઇસ્લામ, અબુ હૈદર, તૈઝૂલ ઇસ્લામ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement