શોધખોળ કરો
રોહિત શર્માને ટેસ્ટ ઓપનર બનાવવાને લઇને યુવરાજ સિંહે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો વિગત
સાઉથ આફ્રિકા વિરુદ્ધ બે ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માને ઓપનર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને લઇને મોટું નિવેદન આપ્યું છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ બે ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માને ઓપનર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. યુવરાજ સિંહે રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવા પર કહ્યું કે, મને લાગે છે કે રોહિત શર્માને ટેસ્ટમાં ઘણા સમય અગાઉ જ ઓપનિંગમાં તક આપવી જોઇતી હતી. યુવરાજ સિંહે કહ્યું કે, રોહિત શર્માને ટેસ્ટમાં ખૂબ મોડા ઓપનિંગમાં તક મળી છે. ટેસ્ટ મેચોમાં ખૂબ પહેલાથી જ રોહિતને ઓપનિંગ કરવી જોઇતી હતી. ટીમ મેનેજમેન્ટે રહેલા રોહિત શર્માને નંબર 6 પર ઉતાર્યો બાદમાં ઘણી મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં તક નહોતી આપી. ટીમ મેનેજમેન્ટે આ ચક્કરમાં રોહિતનો ઘણો સમય બરબાદ કર્યો છે. નોંધનીય છે કે રોહિત શર્મા પહેલા ટેસ્ટમાં નંબર છ પર રમતો હતો પરંતુ બાદમાં હનુમા વિહારીએ તે સ્થાન પર કબજો જમાવ્યો હતો. રોહિત શર્માને લોકેશ રાહુલના સ્થાન પર ઓપનિંગમાં ઉતારવામાં આવ્યો હતો. રાહુલ ખરાબ ફોર્મના કારણે ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવાયો છે.
વધુ વાંચો























