શોધખોળ કરો
Advertisement
અનુષ્કા શર્માને ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે ઇન્સ્ટાગ્રામ પર કરી અનફોલો, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપ દરમિયાન એવી ખબરો આવી હતી કે વધુ બરાબર નખી ચાલી રહ્યું અને વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. પરંતુ પ્રશાસકોની સમિતિએ આ મામલે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તેને અફવા ગણાવી હતી.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હોવાની ખબરો છેલ્લા કેટલાક સમયથી આવી રહી છે. પરંતુ પ્રશાસકોની સમિતિએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તેને અફવા ગણાવી હતી. તેની વચ્ચે હવે રોહિત શર્માએ અનુષ્કા શર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. જેના પરથી હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે વિરાટ અને રોહિત વચ્ચે અણબનાવ થયો છે.
એક અખબારના અહેવાલ અનુસાર રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી અનુષ્કા શર્માન અનફોલો કરી દીધી છે. ઉલ્લેખનીય છે આ ઘણા સમય પહેલા રોહિત શર્મા વિરાટને અનફોલો કરી દીધો હતો. પરંતુ રસપ્રદ વાત એ છે કોહલીએ હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકાને ફોલો કરી રહ્યાં છે.
રોહિત શર્મા ઇન્સ્ટાગ્રામ પર હાલમાં માત્ર 95 લોકોને જ ફોલો કરે છે. જેમાં કેટલાક ટીમના ખેલાડીઓ સિવાય વિદેશી ખેલાડીઓ છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપ દરમિયાન એવી ખબરો આવી હતી કે વધુ બરાબર નખી ચાલી રહ્યું અને વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. વર્લ્ડકપની સેમીફાઈનલમાં હાર બાદ રોહિત શર્મા પોતાની પત્ની અને પુત્રી સાથે ટીમ ઈન્ડિયાની પહેલા જ પરત ભારત આવતા રહ્યાં હતા. જો કે આ વિવાદ અંગે બન્નેએ અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.
આ ખેલાડીએ પોતાના જ દેશ સામે ઝડપી પાંચ વિકેટ, બનાવ્યો અનોખો રેકોર્ડ
કાશ્મીરમાં આર્મી સાથે જોડાશે ધોની, નિભાવશે આ મોટી અને સૌથી મહત્ત્વપૂર્ણ જવાબદારી!
મિસ્ટ્રી ગર્લ સાથે પાર્ટીમાં ડાન્સ કરતો જોવા મળ્યો શાહરુખનો પુત્ર આર્યન ખાન, તસવીર વાયરલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion