શોધખોળ કરો

VIDEO Viral : ચાલુ મેચે મજાક કરી રહેલા કયા ક્રિકેટરને રોહિત શર્માએ ઠોકી દીધો લાફો, કેએલ રાહુલ જોઇ રહ્યો હતો પણ...........

કેપ્ટન રોહિત શર્માએ આઉટ થયા બાદ ડગઆઉટમાં બેસેલા મોહમ્મદ સિરાજને થપ્પડ મારી દીધી હતી. જોકે આ એક મજાક મસ્તી હતી.

નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ ગઇકાલે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી. કીવી ટીમને છેલ્લી ઓવરમાં ઋષભ પંતના ચોગ્ગાએ હાર આપી. આ સાથે જ રાહુલ દ્રવિડ અને રોહિત શર્માના નવા યુગની ક્રિકેટનો શાનદાર આરંભ પણ થયો. જયપુરના મેદાન પર રમાયેલા આ મેચમાં એક ઘટના એવી બની જેની વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે, ખરેખરમાં, કેપ્ટન રોહિત શર્માએ આઉટ થયા બાદ ડગઆઉટમાં બેસેલા મોહમ્મદ સિરાજને થપ્પડ મારી દીધી હતી. જોકે આ એક મજાક મસ્તી હતી. આ દરમિયાન કેએલ રાહુલ પણ પાસે જ બેઠો હતો અને જોઇ રહ્યો હતો, પણ તેને આ વાતને સીરિયલી ન હતી લીધી. 

આ ઘટના ભારતીય ટીમની બેટિંગ દરમિયાન ઘટી, સોશ્યલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં જોઇએ તો ભારતની બેટિંગ દરમિયાન રોહિત શર્મા અને કેએલ રાહુલ આઉટ થઇ ગયા અને બાદમાં બન્ને કૉચ રાહુલ દ્રવિડની પાછળ ડગઆઉટમાં આવીને બેસેલા હતા. આ સમયે તેમની પાસે ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજ પણ બેઠેલો હતો. જોકે, આ વીડિયોમાં અચાનક રોહિત શર્મા મોહમ્મદ સિરાજને પાછળથી થપ્પડ મારતો દેખાઇ રહ્યો છે, અને બાજુમાં બેસેલો ઉપકેપ્ટન કેએલ રાહુલ આ બધુ જોઇ રહ્યો છે. ખાસ વાત છે કે, ખેલાડીઓ ડગઆઉટમાં મજાક મસ્તીના મૂડમાં હતા તે સમયે આ મજાક કરાઇ હતી. 

ઉલ્લેખનીય છે કે, આ મેચની વાત કરવામાં આવે તો એકબાજુ મોહમ્મદ સિરાજે કીવી ઇનિંગની છેલ્લી ઓવરમાં શાનદાર બેટિંગ કરતા ફક્ત 7 રન આપીને એક વિકેટ ઝડપી હતી. વળી રોહિત શર્માએ પણ શાનદાર બેટિંગ કરતા 48 રન બનાવ્યા હતા, અે ટીમને જીત નજીક પહોંચાડી દીધી હતી.

ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં અંતિમ ઓવરમાં જીત્યુ ભારત, સૂર્યકુમાર યાદવે ફટકાર્યા 62 રન
જયપુરઃ ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. 19મી ઓવરના ચોથા બોલ પર ઋષભ પંતે ચોગ્ગો મારીને ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો. એક સમયે ટીમ ઇન્ડિયા સરળતાથી મેચ જીતી જશે તેવું લાગતું હતું પરંતુ ન્યૂઝિલેન્ડના બોલરોએ શાનદાર દેખાવ કરી મેચને રોમાંચક તબક્કામાં લાવી દીધી હતી. ભારત તરફથી રોહિત શર્મા 48 અને સૂર્યકુમાર યાદવ 62 રન બનાવી ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

ન્યૂઝિલેન્ડે માર્ટીન ગુપ્ટીલના 70 અને માર્ક ચેપમેનના 63 રનની મદદથી છ વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ સૂર્યકુમાર યાદવના 62 રન અને રોહિત શર્માના 48 રનની મદદથી પાંચ વિકેટ ગુમાવી 166 રન કરી મેચ જીતી લીધી હતી. ઋષભ પંતે 17 બોલમાં અણનમ 17 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.

પ્રથમ ટી-20 મેચમાં ન્યૂઝિલેન્ડે ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝિલેન્ડ તરફથી સૌથી વધુ માર્ટીન ગુપ્ટિલે 70 રન ફટકાર્યા છે. તે સિવાય ચેપમેને 63 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ટિમ સિફર્ટે 12. રચિન રવિન્દ્રએ સાત રન બનાવ્યા હતા. મિશેલ સેન્ટનર ચાર બનાવી અણનમ રહ્યો હતો. ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ ખાતુ ખોલ્યા વિના આઉટ થયા હતા. ભારત તરફથી ભૂવનેશ્વર કુમાર અને આર.અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી. તે સિવાય મોહમ્મદ સિરાજ અને દીપક ચહકે એક-એક વિકેટ ઝડપી હતી.

VIDEO Viral : ચાલુ મેચે મજાક કરી રહેલા કયા ક્રિકેટરને રોહિત શર્માએ ઠોકી દીધો લાફો, કેએલ રાહુલ જોઇ રહ્યો હતો પણ...........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget