શોધખોળ કરો
Advertisement
IPL: દિલ્હીની જીતના હીરો પંતને આ દિગ્ગજ ખેલાડીએ ઉંચકી લીધો, જુઓ Video
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઈકાલે રાતે રમાયેલ મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને તેના ઘરમાં જ 6 વિકેટે હાર આપી હતી.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઈકાલે રાતે રમાયેલ મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને તેના ઘરમાં જ 6 વિકેટે હાર આપી હતી. દિલ્હીની આ જીતના હીરો બનેલ રિષભ પંતે રાજસ્થાન વિરૂદ્ધ માત્ર 36 બોલરમાં 78 રનની ઈનિંગ રમી અને ટીમને જીત અપાવી. તેણે પોતાની ઇનિંગમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.
મેચ જીત્યા બાદ રિષભ પંત ખેલાડીઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા ત્યારે જ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલ ગાંગુલીએ તેને ઉંચકી લીધા હતા. સૌરવ ગાંગુલી આવું ભાગ્યે જ કરતાં જોવા મળે છે. આ જ કારણ છે કે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
આ મામલે પંતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ અલગ જ પળ હતી. તેમણે કહ્યું, જ્યારે મેચ ખત્મ કરીને પરત ફરી રહ્યો હતો અને સૌરવ સરે મને ઉંચકી લીધો અને તે એક અલગ જ અનુભવ હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement