હું કોઇને ખોટું લગાડવા નથી ઇચ્છતી પરંતુ તમે કેમ બાળકોને જન્મ નથી આપતા? ત્યારે તમને ખબર પડશે. તમને મહિનામાં 5 દિવસ પીરિયડ્સ થાય અને જ્યારે તમને પીરિયડ્સ હોય ત્યારે ડાન્સ કરવો પડે, ઓફિસ જવું પડે, બાળકોને સંભાળવા પડે, જ્યારે તમે આ બધું કરી શકો ત્યારે તમે ચઢિયાતા છો.
2/4
તો સૌથી પહેલા ઈશાએ કહ્યું કે, ‘કોણે કહ્યું કે હાર્દિક પંડ્યા મારો દોસ્ત છે?’ ઈશાએ હાર્દિકની આ કોમેન્ટને કાઉન્ટર કરતા કહ્યું કે, ‘પહેલા તો મહિલાઓએ પોતાને પુરૂષો સાથે સરખાવવી ના જોઈએ. આપણે દરેક રીતે સૌથી ચઢિયાતા છીએ.
3/4
મુંબઈમાં ‘ગેટ ડર્ટી’નાં લોન્ચિંગ દરમિયાન હાર્દિક પંડ્યા વિશે ઈશા ગુપ્તાને પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેને પસંદ આવ્યું નહોતું. હાર્દિક વિશે પ્રશ્ન પુછાતાં ઈશા ગુસ્સે થઈ ગઈ હતી. ઈશાને પ્રશ્ન પુછવામાં આવ્યો કે, ‘તમારા દોસ્ત હાર્દિક પંડ્યાએ ‘કોફી વિથ કરણ’માં મહિલાઓને વાંધાજનક કોમેન્ટ કરી છે’?
4/4
મુંબઈ: કરણ જોહરનાં ચેટ શો ‘કૉફી વિથ કરણ’માં ક્રિકેટર હાર્દિક પંડ્યા દ્વારા મહિલાઓ વિરૂદ્ધ કરવામાં આવેલી અભદ્ર કોમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલ ટ્રોલ થઈ રહ્યો છે. હાર્દિક પંડ્યા સામે તપાસનાં આદેશ પણ આપવામાં આવ્યા છે અને જ્યાં તપાસ પુરી ન થાય ત્યાં સુધી મેચ રમી શકશે નહીં. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે તેનું નામ જોડાઈ ચુક્યું છે જેમાં ઈશા ગુપ્તાનું નામ પણ છે પરંતુ ઈશાને આ બિલકુલ પસંદ નથી.