શોધખોળ કરો

ધોનીએ કઇ રીતે લઇ લીધો ક્રિકેટમાંથી અચાનક સન્યાસ, સાથી ખેલાડીએ કર્યો સન્યાસ અંગે ચોંકવનારો ખુલાસો

ગયા વર્ષ આઇપીએલની 13મી સિઝન માટે ઠીક યુએઇ જતા પહેલા સન્યાસની જાહેરાત કરી હતી, આનાથી બધા ચોંકી ગયા હતા. કેમકે ફેન્સના મનમાં હતુ કે ટીમ ઇન્ડિયામાં એમએસ ધોનીની જબરદસ્ત અને ઝડપથી વાપસી થશે. 

નવી દિલ્હીઃ ભારતીય ટીમના દિગ્ગજ કેપ્ટનોમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોનીએ એક વર્ષ અગાઉ ક્રિકેટમાંથી અચાનક સન્યાસ લઇને બધાને ચોંકાવી દીધા હતા, ગયા વર્ષ 15મી ઓગસ્ટે ટીમ ઇન્ડિયના પૂર્વ કેપ્ટન ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી, આ સન્યાસ પાછળ લોકો અનેક પ્રકારના તર્ક વિતર્ક લગાવી રહ્યાં હતા. હવે આ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. સીએસકેના ખેલાડી ઋતુરાજ ગાયકવાડે આ અંગો મોત તોડ્યુ છે. 

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષ આઇપીએલની 13મી સિઝન માટે ઠીક યુએઇ જતા પહેલા સન્યાસની જાહેરાત કરી હતી, આનાથી બધા ચોંકી ગયા હતા. કેમકે ફેન્સના મનમાં હતુ કે ટીમ ઇન્ડિયામાં એમએસ ધોનીની જબરદસ્ત અને ઝડપથી વાપસી થશે. 

પરંતુ હવે ધોનીના સન્યાસ અંગે ઋતુરાજ ગાયકવાડનો ખુલાસો બધાને ચોંકાવી રહ્યો છે. ઋતુરાજ ગાયકવાડનુ કહેવુ છે કે- ધોનીની સન્યાસ વિશે કોઇને પણ જાણકારી ન હતી. ધોનીએ પોતાના ફેંસલાની ભનક કોઇને ન હતી આવવા દીધી. ધોની ઓગસ્ટની શરૂઆતમાં જ ચેન્નાઇ પ્રેક્ટિસ કરવા માટે પહોંચી ગયો હતો. 15મી ઓગસ્ટે પણ તે બાકી દિવસોની જેમ જ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. 

ઋતુરાજ ગાયકવાડને ધોનીના ફેંસલાને સમજવા માટે બે-ત્રણ દિવસ લાગી ગયા. સ્ટાર ખેલાડીએ કહ્યું- પ્રેક્ટિસ ખતમ થઇ, 7 વાગે અમે લોકો ડિનર પર જઇ રહ્યાં હતા ત્યારે કોઇને ધોનીના સન્યાસ વિશે ખબર પડી. મને બે-ત્રણ દિવસ લાગી ગયા એ વાત સમજતા કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અમે ધોનીને રમતા નહીં જોઇ શકીએ.

ધોનીએ ભારતને અપાવ્યો મોટો ખિતાબ 

ઉલ્લેખનીય છે કે 2019 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડના હાથોમાં સેમીફાઇનલમાં હાર બાદ ધોનીએ ક્રિકેટમાંથી બ્રેકની જાહેરાત કરી હતી આ બ્રેક બાદ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ ક્યારેય ના રમ્યો અને લગભગ એક વર્ષ બાદ તેને ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ. 

ધોનીની ગણતરી દુનિયાના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા દરેક મોટો ખિતાબ જીતવામાં સફળ રહી છે. ધોનીએ ટીમ ઇન્ડિયાને ટી20 વર્લ્ડકપ, વનડે વર્લ્ડકપ અને આઇસીસી ચેમ્પિયન ટ્રૉફીનો ખિતાબ અપાવ્યો. આ ઉપરાંત ધોનીની આગેવાનીમાં જ ટીમ ઇન્ડિયા પહેલીવાર આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબરનો ખિતાબ હાંસલ કરવામાં સફળ રહી હતી. 

જોકે, ધોનીએ હજુ પણ આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમવાનુ ચાલુ રાખ્યુ છે. ધોનીની વાતોથી સંકેત મળ્યા છે કે તે આઇપીએલ 14 બાદ ક્રિકેટને પુરેપુરી રીતે અલવિદા કહી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget