મુંબઈઃ ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની મુંબઈની અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે. 16 સપ્ટેમ્બરથી વડોદરામાં રમાનારી અખિલ ભારતીય જે વાઇ લેલે ઈન્વિટેશનલ વન ડે ટુર્નામેન્ટમાં અર્જુન રમશે.
2/3
તાજેતરમાં જ અર્જુન ભારતની અંડર 19 ટીમ સાથે શ્રીલંકા સામે ચાર દિવસીય મેચ રમ્યો હતો. જેમાં તેણે કરિયરની બીજી જ ઈનિંગમાં વિકેટ લઈને સમાચારમાં ચમક્યો હતો પરંતુ આ પ્રવાસમાં તે બેટ દ્વારા કોઈ કમાલ કરી શક્યો નહોતો.
3/3
18 વર્ષીય અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર અને બેટ્સમેન છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમ માટે નેટ પર બોલિંગ પણ કરી હતી. થોડા દિવસો બાદ વિજય હજારે વન ડે ટુર્નામેન્ટ માટે અર્જુન મુંબઈની ટીમમાં સ્થાન મેળવી શકે છે કે નહીં તે જોવાનું રહેશે.