શોધખોળ કરો
કોરોના વાયરસ સામેની લડાઈમાં સચિને કરી મદદની જાહેરાત, જાણો કેટલા રૂપિયા દાનમાં આપશે ?
કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેડુલકર સામે આવ્યા છે.

મુંબઈ: કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેડુલકર સામે આવ્યા છે. સચિન તેંડુલકરે રાહત કોષમાં 50 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ 50 લાખ રૂપિયાના ચોખા દાન આપી ચૂક્યા છે.
રિપોર્ટ મુજબ, સચિન તેંડુલકરે પ્રધાનમંત્રી રાહત કોષ અને સીએમ રાહત કોષ બંનેમાં દાન આપ્યું છે. સચિન તેંડુલકર તરફથી 25 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત કોષમાં આપવામાં આવ્યા છે, જ્યારે 25 લાખ રૂપિયા સીએમ રાહત કોષમાં આપવામાં આવ્યા છે. સચિન તેંડુલરની નજીકના સૂત્રોએ આ જાણકારી ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપી છે.
આ પહેલા ક્રિકેટરોમાં પઠાન બંધુઓએ કોરોના વાયરસ સામેની લડાઈમાં ચાર હજાર માસ્ક આપવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોલકાતામાં આઈશોલેશન સેન્ટરમાં રાખવામાં આવેલા મજૂરોને 50 લાખ રૂપિયાના ચોખા આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
