શોધખોળ કરો
Advertisement
સચિન તેંડુલકરે કર્યો ખુલાસો, શા માટે મોહમ્મદ કૈફને ‘ભાઈ સાહેબ’ના નામથી બોલાવાવમાં આવતો હતો
જ્યારે ટીમ ઇન્ડિયામાં ફીલ્ડિંગની કોઈ ઓળખ ન હતી ત્યારે કૈફ અને યુવરાજે તેને બ દલ્યો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફને આજે પણ એ ક્ષણ યાદ છે જ્યારે તેણે યુવરાજ સિંહ સાથે મળીને વર્ષ 2002ના નેટવેસ્ટ ફાઈનલમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 326 રનનો મોટો સ્કોર ચેસ કર્યો હતો. લોર્ડ્સ પર આ મેચ રમાઈ હતી જ્યાં કૈફ આજે પણ પોતાની ઇનિંગને નથી ભૂલી શક્યા. પરંતુ તે ઉપરાંત કૈફને એક અન્ય વસ્તુએ જાણીતો બનાવ્યો અને તે હતી તેની શાનદાર ફીલ્ડિંગ.
જ્યારે ટીમ ઇન્ડિયામાં ફીલ્ડિંગની કોઈ ઓળખ ન હતી ત્યારે કૈફ અને યુવરાજે તેને બ દલ્યો. બન્નેએ શાનદાર કેચ અને શાનદાર ડાઈવ મારીને વિશ્વને બતાવ્યું કે ટીમ ઇન્ડિયામાં પણ હવે શાનદાર ફીલ્ડર્સની કમી નથી.
હવે એક યૂટ્યૂબ વીડિયોમાં સચિને એ વાતનો ખુલાસો કર્યો છે કે કૈફને શા માટે ભાઈ સાહેબના નામથી બોલાવવામાં આવતો હતો॥ તેમણે કૈફને લઈને કહ્યું કે, અમે વારંવાર તેને કહેતા હતા કે, ભાઈ સાહેબ, ભાઈ સાહેબ થોડું સંભાળીને રમ. આ તારી પ્રથમ મેચ છે અને આગળ પણ તક મળશે.
સચિને કહ્યું કે, તેના માટે હેમસ્ટ્રિંગ કંઈ ન હતું અને તે હદ કરતાં વધારે ફીટ હતા. તે સમગ્ર ટીમમાં એક શાનદાર ફીલ્ડર હતા. જણાવીએ કે હાલમાં જ કોરોના સંકટને જોતા તમામ ક્રિકેટર્સ આગળ આવ્યા અને પોતાની રીતે શક્ય એટલી મદદ કરી. ત્યારે સચિને 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા. તો બીજી બાજુ અન્ય ક્રિકેટર્સે પણ પીએમ રાહત ફંડ અને સીએમ ફંડમાં પોતાની રીતે શક્ય એટલી મદદ કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement