શોધખોળ કરો
Advertisement
સચિનને અમસ્તા જ ‘ક્રિકેટના ભગવાન’ નથી કહેવાતા, આ અદ્ભુત વીડિયો જોઈને તમે પણ કહેશો, શું જુનૂન છે....
મોટાભાગે એવું જોવા મળે છે કે જ્યારે વરસાદ થયા છે ત્યારે મેચ રદ કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ માટે તસવીર અને વીડિયો શેર કરતાં રહે છે. સચિને એવો જ પોતાનો એક જૂનો વીડિયો શુક્રવારે શેર કર્યો છે જેમાં તે પાણીમાં પ્રેક્ટિસ કરતાં જોવા મળી રહ્યા છે.
મોટાભાગે એવું જોવા મળે છે કે જ્યારે વરસાદ થયા છે ત્યારે મેચ રદ કરવામાં આવે છે. આ વર્ષે થયેલ વર્લ્ડ કપ દરમિયાન પણ વરસાદના કારણે કેટલીક મેચ રદ થઈ હતી. જ્યારે ભારતના વેસ્ટઇન્ડીઝ પ્રવાસે પણ વરસાદનું વિધ્ન જોવા મળ્યું હતું.
પરંતુ ક્રિકેટના ભગવાન સચિન સામે તો વરસાદ પણ લાચાર બની જાય છે. 46 વર્ષના સચિને વીડિયો શેર કરતાં લખ્યું- રમત માટે પ્રેમ અને જુનૂન તમને હંમેશા પ્રેક્ટિસ કરવા માટે નવી તક આપવામાં મદદ કરે છે અને સૌથી ખાસ એ છે કે તમે જે કરી રહ્યા છો એનો આનંદ માણવાનો છે. જ્યારે બોલર બોલિંગ કરે છે તો બોલ પાણીમાં પડીને સચિન તરફ આવે છે. જે પાણીમાં પડ્યા બાદ અને વરસાદના કારણે દેખાતો પણ નથી. તેમ છતાં સચિન પ્રેક્ટિસ દરમિયાન શાનદાર શોટ્સ લગાવતા નજરે આવી રહ્યા છે. લખાય ત્યાં સુધી સચિનના આ વીડિયોને 4 હજારથી વધુ લોકોએ રિટ્વીટ કર્યો છે. જ્યારે 45,900થી વધુ લાઇક્સ મળ્યા છે.Love and passion for the game always helps you find new ways to practice, and above all to enjoy what you do.#FlashbackFriday pic.twitter.com/7UHH13fe0Q
— Sachin Tendulkar (@sachin_rt) September 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement