શોધખોળ કરો
સચિનના મતે મુંબઈની જીતમાં કઈ પળ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ?
મુંબઇ ઇન્ડિયન્સના મેંટર સચિન તેંડુલકરે કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની રન-આઉટ થયો એ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. ધોની રન આઉટ થયો એ જ સીએસકે ટીમની હારનું મુખ્ય કારણ બન્યું

મુંબઈઃ મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 1 રનથી હરાવીને રવિવારે ચોથી વખત આઇપીએલ ચેમ્પિયન બનવાની સિધ્ધી મેળવી. રવિવારે હૈદ્રાબાદમાં રમાયેલી ખૂબ જ રોમાંચક ફાઇનલમાં મુંબઈએ ચેન્નાઇને 1 રનથી હરાવી છેલ્લાબોલ પર જીતી મેળવી લીધી. આ જીત બાદ ખુશખુશાલ મુંબઇ ઇન્ડિયન્સના મેંટર સચિન તેંડુલકરે કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની રન-આઉટ થયો એ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. ધોની રન આઉટ થયો એ જ સીએસકે ટીમની હારનું મુખ્ય કારણ બન્યું.
મુંબઇએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરતાં 8 વિકેટ પર 149 રન બનાવ્યા. મેચમાં કેટલીય વખત પાસુ પલટાયું અને બંને ટીમ માટે જીતની સરખી તક હતી. અંતમાં મુંબઇની ટીમે હારેલી બાજી જીતમાં ફેરવી દીધી. ચેન્નાઇની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ પર 148 રન બનાવ્યા અને માત્ર 1 રને હારી ગઈ.

વધુ વાંચો