(Source: ECI/ABP News/ABP Majha)
Sandeep Nangal Shot Dead: ગ્લેડીયેટર તરીકે ઓળખાતો હતો સંદીપ નંગલ, પ્રો.કબડ્ડીમાં જીત્યો હતો શ્રેષ્ઠ ડિફેન્ડરનો એવોર્ડ, જાણો અજાણી વાતો
Sandeep Nangal Shot Dead: સંદીપએ એક દાયકાથી વધારે સમય કબડ્ડીની દુનિયામાં રાજ કર્યુ અને પંજાબ ઉપરાંત કેનેડા, અમેરિકા, બ્રિટનમાં પણ લોકપ્રિય હતો
પંજાબના જાલંધરમાં સોમવારે આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદિપ નંગલની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. શાહકોટના મલ્લીયન કાલન ગામમાં એક કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે જ સંદિપ ઉપર 20 જેટલી ગોળી ચલાવવામાં આવી હતી અને તેની હત્યા કરાઈ હતી.
40 વર્ષીય કબડ્ડી ખેલાડી સંદિપ નંગલ શાહકોટના નંગલ અંબીયા ગામનો વતની હતો. સંદિપનો પરિવાર ઈંગ્લેન્ડમાં રહે છે અને સંદિપ પંજાબના ગામડાઓમાં અવારનવાર કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરાવે છે.
ગ્લેડીયેટર તરીકે ઓળખાતો
સંદીપએ એક દાયકાથી વધારે સમય કબડ્ડીની દુનિયામાં રાજ કર્યુ અને પંજાબ ઉપરાંત કેનેડા, અમેરિકા, બ્રિટનમાં પણ લોકપ્રિય હતો. સંદીપ નાંગલ એક વ્યાવસાયિક કબડ્ડી ખેલાડી હતો અને સ્ટોપર પોઝિશનમાં રમ્યો હતો. તેણે રાજ્ય સ્તરની મેચો રમીને તેની કારકિર્દીની શરૂઆત કરી અને તેના ચાહકો તેને ગ્લેડીયેટર તરીકે ઓળખતા હતા.
આ દેશોમાં પણ હતો જાણીતો
સંદીપ સિંહ નંગલનો જન્મ 5 એપ્રિલ 1993ના રોજ હરિયાણાના સોનીપતમાં થયો હતો. તેઓ ભારતીય કબડ્ડી ખેલાડી (રેડર) તરીકે પ્રખ્યાત હતો. તેણે પ્રો કબડ્ડી સાથે 2014 (સીઝન 1) માં કબડ્ડી રમતની શરૂઆત કરી હતી. તેના ચાહકો ભારત કેનેડા યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સાથે સમગ્ર વિશ્વમાં છે.
સંદીપ નંગલની અજાણી વાતો
- આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નંગલેનાનપણથી જ કબડ્ડી રમવાનું શરૂ કર્યું હતું.
- કબડ્ડી ખેલાડી સંદીપ નંગલ જુનિયર લેવલ કબડ્ડીમાં પોતાના વતનમાં લોકપ્રિય બન્યો હતો અને તેણે વિવિધ મેડલ મેળવ્યા હતા.
- સંદીપ નંગલ અંબિયા શાળા કક્ષાએ રમ્યા બાદ હરિયાણાની ટીમમાં પસંદગી પામ્યો હતો.
- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પસંદ કરવામાં આવ્યા બાદ સંદીપ નંગલ ઓલરાઉન્ડર બન્યો, ત્યારબાદ તેને ગાંધીનગર મોકલવામાં આવ્યો.
- જુનિયર એશિયાડ (2011)માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે સંદીપ નંગલની પસંદગી કરવામાં આવી હતી.
- પ્રો કબડ્ડીની સિઝન 3માં સુદીપ નાંગલ અંબિયાને ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ડિફેન્ડરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
- સંદીપ નંગલ અંબિયાની દક્ષિણ એશિયન ગેમ્સ (2016) માટે ભારતીય રાષ્ટ્રીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. સંદીપ નંગલ અંબિયાએ પટના પાઇરેટ્સની કેપ્ટનશિપ પણ કરી છે અને તેને સિઝન 2માં સેમિફાઇનલમાં પહોંચવાનો શ્રેય પણ આપવામાં આવે છે.