શોધખોળ કરો
Advertisement
IPL સ્ટાર સંજૂ સેમસને કોલેજ ક્લાસમેટ સાથે કર્યા લગ્ન
નવી દિલ્હીઃ કેરલના ક્રિકેટર સંજૂ સેમસને શનિવારે પોતાની પ્રેમિકા ચારુલત્તા સાથે લગ્ન કરી લીધા છે. ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી ચૂકેલ સંજૂ સેમસન અને ચારુલત્તા કોલેજના સમયથી એક બીજાને પ્રેમ કરતા હતા. 24 વર્ષના સેમસને કહ્યુ કે, બંન્ને પરિવારોના કુલ 30 લોકો જ આ લગ્ન સમારંભમાં હાજર હતા.
સેમસને કહ્યું કે, અમે ખુશ છીએ કે અમને બંન્ને પરિવારના સભ્યોની શુભકામનાઓ મળી છે. સેમસન ખ્રિસ્તી છે અને તેની પત્ની ચારુ હિંદુ છે. સંજૂ સેમસને પારંપરિક કપડા પીળો કુર્તો અને ધોતી પહેરી હતી. જ્યારે ચારુલત્તાએ સાડી પહેરી હતી. બંન્ને એકબીજાને માર ઇવાનિઓસ કોલેજના દિવસોથી ઓળખે છે. હાલમાં ચારુ પોસ્ટ ગેજ્યુએટ્સનો અભ્યાસ કરી રહી છે.
સંજૂ સેમસને આઇપીએલમાં અત્યાર સુધીમાં 26.67ની સરેરાશથી 1867 રન બનાવ્યા છે. જેમાં એક સદીનો સમાવેશ થાય છે. તેણે 63 બોલમાં 102 રનની ઇનિંગ રમી હતી. આઇપીએલ-10માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા ફટકારી હતી. સંજૂ સેમસન હાલમાં રાજસ્થાનની ટીમમાં છે. આ અગાઉ દિલ્હીએ સંજૂને 2016માં 4.2 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement