Kylian Mbappe: કિલિયન એમ્બાપ્પેને સાઉદી અરેબિયાની ક્લબે આપી 2700 કરોડ રૂપિયાની ઓફર, રોનાલ્ડોને પણ પાછળ છોડશે
એમ્બાપ્પેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરતા પણ 900 કરોડ રૂપિયા વધુ ઓફર કરવામાં આવ્યા છે
Kylian Mbappe: સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ-હિલાલે ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર Kylian Mbappe માટે 2700 કરોડ રૂપિયાની બોલી લગાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અલ-હિલાલે Mbappeને પોતાની ક્લબનો ભાગ બનાવવા માટે PSG ફૂટબોલ ક્લબને 300 મિલિયન યુરોની ઓફર કરી છે. આ ઑફર પછી ફ્રેન્ચ ક્લબ PSGએ તેને Mbappe સાથે આ ઑફર વિશે વાટાઘાટ કરવાની પરવાનગી આપી છે અને જો આ ડીલ ફાઇનલ થઇ જશે તો તે એક વર્લ્ડ રેકોર્ડ બનશે. એમ્બાપ્પેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરતા પણ 900 કરોડ રૂપિયા વધુ ઓફર કરવામાં આવ્યા છે.
#BREAKING PSG say Mbappe can talk to Saudi's Al Hilal after 300-million-euro offer: source pic.twitter.com/Zkj543Y5Bc
— AFP News Agency (@AFP) July 24, 2023
નોંધનીય છે કે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સાઉદી ક્લબ અલ-નસર એફસીએ વર્ષ 2022માં અઢી વર્ષ માટે 1800 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે.
Kylian Embappé ને તેની ક્લબ પેરિસ સેન્ટ-જર્મન સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ કારણોસર વર્ષ 2024 પછી Mbappeએ ક્લબ સાથેનો તેનો કરાર ન વધારવાનો નિર્ણય લીધો છે જેમાં તે ફ્રી એજન્ટ તરીકે ક્લબ છોડવા માંગે છે. આવી સ્થિતિમાં ક્લબ તેનો કોન્ટ્રાક્ટ લંબાવી શકે છે અથવા વર્તમાન ટ્રાન્સફર વિંડોમાં તેને કોઇ અન્ય ક્લબને વેચી શકે છે.
જો Mbappe આ ઓફર સ્વીકારે છે તો તે પછી આ ટ્રાન્સફર શક્ય બની શકે છે. સ્પેનની ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે ગયા વર્ષે કિલિયન એમ્બાપ્પે માટે 1600 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
આ પહેલા આ ક્લબે લિયોનેલ મેસીને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. લિયોનેલ મેસીએ અલ-હિલાલની ઓફરને ઠુકરાવી દીધી અને MLS ટીમ ઇન્ટર મિયામી માટે રમવાનું નક્કી કર્યું. જોકે ઘણા મોટા ખેલાડીઓ અલ-હિલાલ ક્લબનો ભાગ રહ્યા છે, જેમાં કરીમ બેન્ઝેમા, રોબર્ટો ફિરમિનોના નામનો સમાવેશ થાય છે.
Mbappe 2018 થી PSG નો ભાગ છે
Kylian Mbappé વર્ષ 2018 થી PSG ક્લબનો ભાગ છે જેમાં તેને 1400 કરોડ રૂપિયામાં ક્લબમાં સામેલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2022 માં આયોજિત FIFA વર્લ્ડ કપમાં Kylian Embappéએ ફ્રેન્ચ ટીમ માટે રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે તે ફાઈનલ મેચમાં પોતાની ટીમને જીત અપાવવામાં સફળ થઈ શક્યો નહોતો.