શોધખોળ કરો
વિરાટની વિસ્ફોટક બેટિંગ જોઇને ચોંકી ગયો આફ્રિદી, ટ્વીટ કરીને કહી આ ખાસ વાત
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી20 મેચમાં આફ્રિકાએ ભારતને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં ભારતીય ટીમ 19 ઓવરમાં વિરાટની બેટિંગના સહારે 151 રન કરીને જીતી ગઇ હતી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગની પ્રસંશા કરી છે. કોહલીએ સાઉથ આફ્રિકા સામે આક્રમક બેટિંગ કરી તેને લઇને આફ્રિદીએ ટ્વીટ કરીને વિરાટને અભિનંદન પાઠવ્યા છે. આફ્રિદીએ આઇસીસીના ટ્વીટ પર રિટ્વીટ કરતાં લખ્યુ કે, 'અભિનંદન, વિરાટ કોહલી તમે એક મહાન ખેલાડી છો, હું કામના કરવા ઇચ્છુ છુ કે તમે દુનિયાભરના ક્રિકેટ ફેન્સને આવુ જ મનોરંજન કરતા રહો.'
આ ઇનિંગ બાદ આઇસીસીએ કોહલીને લઇને એક ટ્વીટ કર્યુ હતુ. આઇસીસીએ કોહલીના એવા આંકડાઓને બતાવ્યા જેમાં તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 50 કે તેનાથી વધુ એવરેજથી રન બનાવનારો દુનિયાનો એકમાત્ર બેટ્સમેન બની ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી20 મેચમાં આફ્રિકાએ ભારતને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં ભારતીય ટીમ 19 ઓવરમાં વિરાટની બેટિંગના સહારે 151 રન કરીને જીતી ગઇ હતી.Congratulations @imVkohli You are a great player indeed, wish you continued success, keep entertaining cricket fans all around the world. https://t.co/OoDmlEECcu
— Shahid Afridi (@SAfridiOfficial) September 18, 2019
આ ઇનિંગ બાદ આઇસીસીએ કોહલીને લઇને એક ટ્વીટ કર્યુ હતુ. આઇસીસીએ કોહલીના એવા આંકડાઓને બતાવ્યા જેમાં તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 50 કે તેનાથી વધુ એવરેજથી રન બનાવનારો દુનિયાનો એકમાત્ર બેટ્સમેન બની ગયો હતો. વધુ વાંચો





















