મલિકે તાજેતરમાં જ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં મુલ્તાન સુલ્તાન્સની કેપ્ટનશિપ કરી હતી. તેણે આઠ ઈનિંગમાં 224 રન બનાવ્યા હતા, ઉપરાંત ત્રણ વિકેટ પણ લીધી છે. હવે તે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં ગુયાના અમેઝન વોરિયર્સ તરફથી રમતો જોવા મળશે.
2/7
એક ક્રિકેટ વેબસાઇટને મલિકે કહ્યું કે, 2019 વર્લ્ડકપ મારો અંતિમ વિશ્વ કપ હશે, પરંતુ મારી ઈચ્છા 2020માં થનારા ટી-20 વિશ્વકપમાં પણ રમવાની છે. ટી-20 ક્રિકેટને લઈ આ મારું લક્ષ્ય છે.
3/7
મલિક પાકિસ્તાન માટે સૌથી વધારે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાના રેકોર્ડની બરાબરી કરવાથી માત્ર ત્રણ મેચ જ દૂર છે. હાલ આ રેકોર્ડ પાકિસ્તાનના નામે છે.
4/7
પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી અને ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે જણાવ્યું કે, તે 2020 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માંગે છે. 2019મં રમાનારો વિશ્વ કપ તેની વન-ડે કરિયરની અંતિમ મોટી ટુર્નામેન્ટ હશે.
5/7
આ બે લક્ષ્ય પર હાલ મારી નજર ટકેલી છે. જો હું સતત સારું પ્રદર્શન કરતો રહીશ તો આ બંને મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકીશ.
6/7
એમએસ ધોનીથી લઈ યુવરાજ સિંહ જેવા ક્રિકેટર આગામી વર્ષોમાં ક્રિકેટને અલવિદા કહી શકે છે, જ્યારે પાકિસ્તાનના આ દિગ્ગજ ખેલાડીએ પણ ભવિષ્યનો પ્લાન સ્પષ્ટ કરી દીધો છે.
7/7
નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં ભારત અને પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ માટે બંને રાષ્ટ્રો વચ્ચે મેચ જોવી સૌથી શાનદાર ક્ષણ હોય છે. પરંતુ હવે આ બંને રાષ્ટ્રોના દિગ્ગજ ખેલાડીઓ ક્રિકેટ જગતમાંથી નિવૃત થવાની અણી પર છે.