શોધખોળ કરો
Advertisement
ટી-20 ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો શ્રેયસ ઐય્યર, તોડ્યો પંતનો રેકોર્ડ
નવી દિલ્હીઃ મુંબઇના બેટ્સમેન શ્રેયસ ઐય્યર ભારત તરફથી ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકાવનાર બેટ્સમેન બની ગયો છે. ઐય્યરે સૈયદ મુશ્તાક ટ્રોફીમાં સિક્કિમ વિરુદ્ધ 55 બોલમાં 147 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગની મદદથી મુંબઇએ સિક્કિમ વિરુદ્ધ ચાર વિરેટ પર 258 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સિક્કિમની ટીમે 20 ઓવરમાં સાત વિકેટ પર 104 રન બનાવી શકી હતી. મુંબઇએ આ મેચ 154 રને જીતી હતી. 24 વર્ષીય ઐય્યર ટી-20 મેચમાં સૌથી વધુ ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. ઇન્દોરના એમરાલ્ડ હાઇસ્કૂલ ગ્રાઉન્ડ પર સૈયદ મુશ્તાક અલી ટી-20 ટુનામેન્ટમાં મુંબઇએ સિક્કિમ વિરુદ્ધ શરૂઆતમાં ફક્ત 22 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ બાદમાં ઐય્યરે મોરચો સંભાળ્યો હતો અને તોફાની ઇનિંગ રમી હતી. આ અગાઉ કેપ્ટન રહાણે અને પૃથ્વી શો સસ્તામાં આઉટ થઇ ગયા હતા.
ઐય્યરે 55 બોલમાં 15 સિક્સ અને સાત ચોગ્ગાની મદદથી 147 રન ફટકાર્યા હતા. તેણે ત્રીજી વિકેટ માટે સૂર્યકુમાર યાદવ સાથે 213 રનની પાર્ટનરશીપ કરી હતી. આ સાથે શ્રેયસ ઐય્યર ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ આ રેકોર્ડ પંતના નામે હતો જેણે 10 મે 2018માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 63 બોલમાં 128 રનની અણનમ ઇનિંગ રમી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement