Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Sourav Ganguly Car Accident: સદનસીબે આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી કે તેમના કાફલામાં રહેલા અન્ય કોઈને ઈજા થઈ નથી

Sourav Ganguly Car Accident: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કારનો ગુરુવારે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બર્ધવાન જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, દંતનપુર નજીક અચાનક એક ટ્રક તેમના કાફલાની સામે આવી ગઇ હતી જેના કારણે તેમના ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવવી પડી. આ કારણે પાછળથી આવતા વાહનો એકબીજા સાથે અથડાયા અને તેમાંથી એક કાર સૌરવ ગાંગુલીની કાર સાથે ટકરાઇ હતી.
સદનસીબે, આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી કે તેમના કાફલામાં રહેલા અન્ય કોઈને ઈજા થઈ નથી. પરંતુ ગાંગુલીના કાફલાના બે વાહનોને નુકસાન થયું હોવાનું કહેવાય છે.અકસ્માત પછી સૌરવ ગાંગુલીને લગભગ 10 મિનિટ સુધી રસ્તા પર રાહ જોવી પડી ત્યારબાદ તેઓ કાર્યક્રમ માટે રવાના થયા અને બર્દવાન યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.
નોંધનીય છે કે સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેમને ભારતીય ક્રિકેટના સૌથી આક્રમક અને પ્રભાવશાળી કેપ્ટનોમાંના એક ગણવામાં આવે છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે વિદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણી ઐતિહાસિક જીત નોંધાવી હતી.
જોકે, સારી વાત એ છે કે આ અકસ્માતમાં ગાંગુલીને કંઈ થયું નથી અને તે ઠીક છે. જ્યારે ગાંગુલીની કાર ટ્રક સાથે અથડાઈ ત્યારે તેના ડ્રાઈવરે જોરથી બ્રેક લગાવી હતી. પછી અચાનક ગાંગુલીના કાફલામાં પાછળ આવતા બધા વાહનો તેમની કાર સાથે અથડાઈ ગયા હતા. કાફલાના ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું, પરંતુ થોડીવાર રાહ જોયા પછી ગાંગુલી ફરી એકવાર બર્ધવાનમાં યોજાઈ રહેલા કાર્યક્રમ માટે રવાના થયા હતા.
રસ્તા પર વરસાદ પડી રહ્યો હતો.
જે સમયે ગાંગુલીની ગાડી હાઇવે પરથી પસાર થઈ રહી હતી તે સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો. પરંતુ સારી વાત એ છે કે સમગ્ર અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.
IND vs BAN: પહેલા શમીની બોલિંગનો તરખાટ, પછી શુભમન ગિલની સદી; ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે ધૂળ ચટાડી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
