શોધખોળ કરો

IND vs BAN: પહેલા શમીની બોલિંગનો તરખાટ, પછી શુભમન ગિલની સદી; ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે ધૂળ ચટાડી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની વિજયી શરૂઆત, શુભમન ગિલની અણનમ સદી અને મોહમ્મદ શમીની પાંચ વિકેટની કમાલ.

India Beats Bangladesh by 6 Wickets: ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર શરૂઆત કરી છે. આજે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 228 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 21 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની આ જીતના મુખ્ય હીરો શુભમન ગિલ રહ્યા હતા, જેમણે અણનમ 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે બોલિંગમાં મોહમ્મદ શમીએ બાંગ્લાદેશના બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરીને પાંચ વિકેટ ઝડપી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય બાંગ્લાદેશ માટે નિરાશાજનક સાબિત થયો હતો. શરૂઆતમાં જ બાંગ્લાદેશની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને માત્ર 35 રનમાં તેમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઈ હતી. જોકે, મધ્યમ ક્રમમાં તૌહીદ હૃદય અને ઝાકિર અલીએ બાજી સંભાળી હતી અને 154 રનની ભાગીદારી નોંધાવી બાંગ્લાદેશને સંકટમાંથી ઉગાર્યું હતું. તૌહીદ હૃદયે સદી ફટકારી 100 રન બનાવ્યા હતા, જ્યારે ઝાકિર અલીએ 68 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય બોલિંગ આક્રમણમાં મોહમ્મદ શમીએ તરખાટ મચાવતા 5 વિકેટ લીધી હતી, જ્યારે હર્ષિત રાણાએ 3 અને અક્ષર પટેલે 2 વિકેટ પોતાના નામે કરી હતી. અક્ષર પટેલ આ મેચમાં હેટ્રિક લેતા પણ ચૂકી ગયા હતા, કારણ કે રોહિત શર્માએ કેચ છોડી દીધો હતો.

જવાબમાં ભારતીય ટીમની શરૂઆત પણ સારી રહી હતી, પરંતુ વિરાટ કોહલી 22 રનના સામાન્ય સ્કોર પર આઉટ થતા થોડી ચિંતા વધી હતી. રોહિત શર્માએ 41 રન બનાવ્યા જેમાં તેણે વનડે કરિયરમાં 11,000 રન પણ પૂરા કર્યા હતા. જોકે, શુભમન ગિલે એક છેડો સાચવી રાખીને બાંગ્લાદેશી બોલરોનો સામનો કર્યો અને પોતાની ODI કરિયરની 8મી સદી ફટકારી હતી. ગિલે 101 રનની અણનમ ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે ગિલની વનડે મેચોમાં આ સતત બીજી સદી છે, અગાઉ તેણે ઇંગ્લેન્ડ સામેની છેલ્લી વનડે મેચમાં પણ 112 રન બનાવ્યા હતા. જ્યારે ભારતનો સ્કોર 144 રન પર 4 વિકેટ થયો ત્યારે ગિલ અને કેએલ રાહુલે મળીને અણનમ 87 રનની ભાગીદારી કરીને ભારતની જીત નિશ્ચિત કરી હતી. કેએલ રાહુલે પણ અણનમ 41 રનનું યોગદાન આપ્યું હતું.

આ મેચમાં મોહમ્મદ શમીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શમીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની ડેબ્યૂ મેચમાં જ 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે ICC ટૂર્નામેન્ટ્સ (ચેમ્પિયન્સ ટ્રોફી અને ODI વર્લ્ડ કપ)માં કુલ 60 વિકેટ મેળવી લીધી છે. હવે તે ઝહીર ખાનના 59 વિકેટના રેકોર્ડને તોડીને બંને ટૂર્નામેન્ટમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે.

આ પણ વાંચો....

મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
CSK vs MI Score:  ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
CSK vs MI Score: ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
Embed widget