શોધખોળ કરો
Advertisement
સચિને પોસ્ટ કર્યો ફોટો તો ગાંગુલીએ લીધી મજા, કરી એવી કોમેન્ટ કે ફેન્સને પણ મોજ પડી ગઈ
સોશિયલ મીડિયા પર બંને વચ્ચેનો આ સંવાદ ઘણો વાઈરલ થયો છે અને ક્રિકેટ પ્રેમીઓએ પણ તેના પર ટિપ્પણી કરી હતી.
નવી દિલ્હીઃ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી ફક્ત ભૂતપૂર્વ સાથી ખેલાડી જ નથી પરંતુ બંને વચ્ચે મિત્રતા પણ ઘણી ગાઢ છે. તેઓ અવાર-નવાર એકબીજા સાથે મજાક મસ્તી કરતા રહે છે. તાજેતરમાં જ સચિને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેના પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મજાકિયા અદાંજમાં કોમેન્ટ કરી છે. આ બંનેની વાતનો ક્રિકેટ પ્રેમીઓએ પણ આનંદ ઉઠાવ્યો છે.
સચિને ગુરૂવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાઉથબેંક મેલબોર્નથી એક તસવીર પોસ્ટ કરી હતી. તેણે તસવીર સાથે લખ્યું હતું કે ‘તડકાનો આનંદ માણી રહ્યો છું’. સચિનની આ પોસ્ટ પર ભૂતપૂર્વ સુકાનીએ ટિપ્પણી કરી હતી કે, કોઈ કોઈનું નસીબ ઘણું સારૂં છે… રજાઓ માણી શકે છે. ગાંગુલીના આ કોમેન્ટ પર તેંડુલકરે પણ જવાબ આપતા કહ્યું કે, રજાઓ ખરેખર જ ખૂબ જ સારી છે. તેમણે બુશફાયર ક્રિકેટ બૈશ માટે 10 મિલિયન ડોલરની મૂડી એકત્ર કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર બંને વચ્ચેનો આ સંવાદ ઘણો વાઈરલ થયો છે અને ક્રિકેટ પ્રેમીઓએ પણ તેના પર ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલી હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ના અધ્યક્ષ છે. જ્યારે સચિને તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલ ભીષણ આગથી પ્રભાવિત પીડિતો માટે ફંડ એકત્ર કરવા માટે બુશફાયર ક્રિકેટ બેશ મેચ દરમિયાન એક ઓવર રમી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement